Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સપ્તાહમાં ચાર દિવસ કામથી લોકોને મળી મોટી રાહત

નવી દિલ્હી: દુનિયાના અનેક દેશોમાં સપ્તાહમાં કામના દિવસોને લઇને મંથન ચાલી રહ્યું છે. અમેરિકામાં સપ્તાહમાં પરંપરાગત 5 દિવસને બદલે 4 દિવસ કામ કરવાનો એક પાઈલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. કામ કરવાના દિવસોમાં ઘટાડા બાદ જીવનમાં આવેલા ફેરફારોને લઇને થયેલા રિસર્ચમાં ચોંકાવનારાં પરિણામો સામે આવ્યાં છે. રિસર્ચ અનુસાર લોકો વધુ મળેલા સમયનો ઉપયોગ ઊંઘવામાં કરી રહ્યા છે. બોસ્ટન કોલેજના અર્થશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી જુલિયટ શોર અનુસાર તેમના ગ્રૂપે વૈશ્વિક સ્તર પર 180 સંસ્થાઓને ટ્રેક કરી હતી, જેમણે 6 મહિનાથી 4 કાર્યકારી દિવસની સિસ્ટમ અપનાવી હતી. 16 કંપનીઓના રિસર્ચમાં સામે આવ્યું કે વધુ સમયમાં કર્મચારીઓએ બહાર ફરવા અથવા તો મિત્રો-સંબંધીઓ સાથે સમય વિતાવવાને બદલે વધુ સુવાનું શરૂ કર્યું. હવે તેઓ 7 કલાકને બદલે 8 કલાક સૂવે છે. શોરે કહ્યું કે આ તારણથી પણ હું પણ ચકિત છું કે આટલો ઝડપી બદલાવ થઇ રહ્યો છે અને મોટા પાયે થઇ રહ્યો છે. પહેલાં 42.6% લોકો 7 કલાકથી ઓછી ઊંઘ લેતા હતા.

(5:28 pm IST)