Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અફઘાનિસ્તાનમાં થયેલ બ્લાસ્ટમાં મ્રુતકઆંક વધીને 53એ પહોંચ્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ કાબુલના શાહિદ માજરી રોડ પર આવેલી એક સ્કૂલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. એજન્સીના રિપોર્ટ અનુસાર આ હુમલામાં 53 લોકોના મોત થયા છે. તેમાં 46 યુવતીઓ અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સમાચાર એજન્સી એએફપીએ સંયુક્ત રાષ્ટ્રને ટાંકીને કહ્યું કે કાબુલની એક શાળામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક શૈક્ષણિક સંસ્થામાં 30 સપ્ટેમ્બરે બ્લાસ્ટ થયો હતો. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આત્મઘાતી હુમલામાં 19 લોકો માર્યા ગયા હતા. પરંતુ આ હુમલામાં 53 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 46 છોકરીઓનો સમાવેશ થાય છે. આ સાથે લગભગ 110 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાબુલના શિયા વિસ્તારમાં એક શાળા પર એક આત્મઘાતી બોમ્બરે હુમલો કર્યો હતો, એજન્સી એપીએ જણાવ્યું હતું. આ વિસ્ફોટ શહેરના પશ્ચિમમાં આવેલા દશ્ત-એ-બરચી વિસ્તારમાં કાઝ એજ્યુકેશન સેન્ટરમાં થયો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે વર્ગ ભરચક હતો. બ્લાસ્ટ બાદ મૃતદેહોના ચીંથરા ઉડી ગયા હતા.

(5:31 pm IST)