Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

બ્રાઝિલના એક શહેરમાં બેંક લૂંટીને લૂંટારૃઓએ રસ્તા પર કર્યો નોટોનો વરસાદ

નવી દિલ્હી: બેંક લૂંટવાનો એક એવો મામલો જાણવા મળ્યો છે, જેમાં ચોરોએ રસ્તા પર ચોરેલી નોટોનો વરસાદ રસ્તા પર કર્યો હતો અને સામાન્ય લોકો તેને લૂંટવા માટે પડાપડી કરી હતી. ચોરોએ આવું એ માટે કર્યું હતું જેથી લોકોની ભીડ રસ્તા પર એકઠી થઈ જાય અને પોલીસ તેમને પકડી ના શકે.

ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, મોટાપાયા પર બેંક લૂંટવાનો આ મામલો બ્રાઝીલના સેન્ટા કૈટરીના રાજ્યનો છે. એક ડિસેમ્બરની રાતે રાઈફલ સાથે બે ડઝનથી વધુ લૂંટારાઓએ આશરે ચાર બેંકોને લૂંટી હતી. આ ચોરી દરમિયાન છ જેટલા લોકોને બંધક પણ બનાવવામાં આવ્યા હતા. બધા લૂંટરાઓએ કાળા કપડાં પહેરી રાખ્યા હતા. અને મોડી રાતે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

(5:09 pm IST)