Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

નેપાળમાં રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણોસર જનજીવન ખોરવાતા 200 લોકોની ધરપકડ

નવી દિલ્હી: નેપાળની વચગાળાની, કે.પી. શર્મા ઓલી સરકારે વિવિધ બંધારણીય સંસ્થાઓમાં હોદ્દેદારો તથા સભ્યોની કરેલી નિમણૂંકના વિરોધમાં પુષ્પકમલ દાહાલના 'પ્રચંડ'નાં નેતૃત્વમાં નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના છૂટા પડેલા જૂથે આપેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનના પગલે જનજીવન ખોરવાઇ ગયું હતું.200 જણાંની ધરપકડ થઈ હતી. સરકારે અનિચ્છનીય બનાવોને રોકવા માટે કાઠમંડુ ખીણમાં ઓછામાં ઓછા 5000 સુરક્ષા દળના જવાનોને તૈનાત કર્યા હતા. રાજધાનીમાં સવારથી ફક્ત થોડીક મોટર સાયકલો ફરતી જણાઇ હતી.

            પોલીસે દેશના વિવિધ ભાગોમાં હડતાળ પાડવા બદલ 'પ્રચંદા'ના જૂથના 157 કાર્યકરોને અટક કર્યા હતા. નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના મધ્યસ્થ સમિતિના સભ્યો આસ્થા લક્ષ્‍મી શાકયા, હિમલ શર્મા અને અમૃતા થાપાને પણ અટક કરાયાં છે. વિરોધીઓએ હડતાળના એલાનનો અનાદર કરનાર લોકોના ત્રણ વાહનોની તોડફોડ કરી હતી.

(5:27 pm IST)