Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનનો પગપેસારો અટકાવવા અમેરિકાએ શક્તિશાળી યુદ્ધજહાજ તૈનાત કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનનો પગપેસારો અટકાવવા માટે અમેરિકા સજ્જ છે. થોડા દિવસ પહેલાં ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકાની ઉશ્કેરણી કરીને લશ્કરી કવાયત હાથ ધરી હતી. એ પછી હવે અમેરિકાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. અમેરિકાએ શક્તિશાળી યુદ્ધજહાજ નિમિટ્ઝ તૈનાત કરી દીધું છે.

               દુનિયાના સૌથી ખતરનાક યુદ્ધજહાજોમાં પરમાણુ ઉર્જાથી સંચાલિત નિમિટ્ઝનો સમાવેશ થાય છે. અમેરિકાએ આવું શક્તિશાળી યુદ્ધજહાજ ચીન સામે દક્ષિણ ચીની સમુદ્રમાં ગોઠવી દીધું છે. કેટલાય સમયથી ચીન વારંવાર અમેરિકન નૌકાદળની ઉશ્કેરણી કરતું હતું. માત્ર ૫૦૦ નોટિકલમાઈલના અંતરે રહીને ચીન અમેરિકાના યુદ્ધજહાજોને તોડી પાડવાની લશ્કરી કવાયત કરતું હતું. એ પછી નવા પ્રમુખ જો બાઈડેને ચીન સામે આક્રમક વલણ દેખાડીને પેન્ટાગોનને દક્ષિણ ચીની સમુદ્રમાં નિમિટ્ઝ તૈનાત કરવાની પરવાનગી આપી દીધી હતી. આ યુદ્ધજહાજ તૈનાત થતાં જ દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકાની શક્તિ વધશે. આ યુદ્ધજહાજ ચીનના ઘમંડને તોડશે. દક્ષિણ ચીની સમુદ્રમાં સતત ચીન તેનો પ્રભાવ વધારીને પાડોશી દેશોને પજવી રહ્યું છે.

(5:27 pm IST)