Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

આ 12 વર્ષીય બાળકે આટલી નાની વયમાં ચાર વર્ષનો અભ્યાસ કર્યો એક જ વર્ષમાં પૂર્ણ

નવી દિલ્હી: જે વયમાં બાળકો સાતમાં-આઠમાં ધોરણની પરીક્ષાઓ આપતા હોય છે તે વયમાં કોઈ બાળક ડીગ્રી હાંસલ કરે તો તે આશ્ર્ચર્યની વાત છે.ઉતરી કેરોલિનામાં 12 વર્ષના બાળકે આમ કરી દેખાડયુ છે. બાળકે મહામારી દરમ્યાન જોરદાર અભ્યાસ કર્યો અને સ્કુલમાં કેટલાંક વધારાનો અભ્યાસક્રમ હવે માઈક વિમર નામના બાળકની પાસે એક સપ્તાહમાં સ્કુલ અને સ્નાતકની બન્ને ડીગ્રીઓ હશે. વિમર ચાર વર્ષનું સ્કુલનું ભણતર એક વર્ષમાં પુરૂ કરી લીધુ છે.વિયરે ખુદે ટ્રાયલ અને ભુલો કરી અને સાથે સાથે ઓનલાઈન વિડીયોનાં માધ્યમથી લગભગ બધી પ્રોગ્રામીંગ અને રોબોટીક જાણકારી શીખી છે. 'રિફલેકટ સોશ્યલ'ના નામથી તેણે પોતાનું સ્ટાર્ટઅપ પણ શરૂ કયુર્ં છે. બાળક બીજાની મદદ કરવાની ઈચ્છા પણ રાખે છે.

(5:15 pm IST)
  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST

  • સારા સમાચાર : ઝાયડસ કેડિલા, ભારતની બીજી સંપૂર્ણ ઈન્ડિજિનસ કોવિડ વેક્સીન સાથે તૈયાર : વચગાળાની અસરકારકતા ડેટાના પ્રથમ સેટને પ્રાપ્ત કર્યા પછી, ઝાયડસ કેડિલા આ મહિનામાં તેની કોવીડ -19 રસીના ઇમરજન્સી યુઝ માટે અરજી કરશે : અત્યારે 1 કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી રસીનું પ્રોડક્શન કરી શકશે, જેને પછીથી બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે access_time 11:47 pm IST

  • દક્ષિણના રાજ્યોમાં આજે પ્રિમોન્સુન વરસાદ પડવાની સંભાવના આજે કર્ણાટક, દક્ષિણ કોંકણ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, બેંગલુરુ, મૈસુરૂ, મદુરાઈ અને સાલેમ નજીક પણ વરસાદ પડવાની સંભાવના જાણીતા વેધર વોચર કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર દર્શાવી છે access_time 10:53 am IST