Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સ કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ ટુકડીને ચીન દ્વારા અટકાવવામાં આવી

નવી દિલ્હી: ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે દરિયાઈ સીમાને લઈને વિવાદ ફરી વધ્યો છે. ફિલિપાઈન્સ કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ ટૂકડીને ચીને અટકાવતા ફિલિપાઈન્સે તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. ફિલિપાઈન્સ કોસ્ટગાર્ડના જવાનોને ચીને જળસીમામાં અટકાવ્યા હતા. ચીને જળસીમા વિવાદિત હોવાથી તેમાં ફિલિપાઈન્સના કોસ્ટગાર્ડનો પ્રવેશ ગેરવાજબી ગણાવ્યો હતો. પછી ફિલિપાઈન્સે આક્રમક રીતે ચીનના વલણનો વિરોધ કર્યો છે. ફિલિપાઈન્સના વિદેશમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારી સારપ અને દોસ્તીનો તમે આવો ફાયદો ઉઠાવો છો? કેટલી હદે યોગ્ય છે. અમારા પ્રમુખે મિત્રતાપૂર્ણ સંબંધોની નીતિ અપનાવી છે અને તમે અમારી જળસીમામાં ઘૂસીને દાદાગીરી કેમ કરો છો? ફિલિપાઈન્સના સંરક્ષણ મંત્રીએ શબ્દો ચોર્યા વગર કહ્યું હતું ચીનની લશ્કરી શક્તિ ખૂબ વધારે છે. ચીન પાસે એડવાન્સ શસ્ત્રો છે. ચીન મહાસત્તા છે તો ભલે રહ્યું, અમે અમારી સ્વતંત્રતાને જોખમમાં મૂકાવા નહીં દઈએ. અમે અમારા આત્મસમ્માન માટે જરૃર પડયે બધાં પગલાં ભરીશું.

ફિલિપાઈન્સે સત્તાવાર રીતે ચીનને મુદ્દે નોટિસ જારી કરીને ચીની કોસ્ટગાર્ડની તૈનાતીને ગેરવાજબી, આંતરરાષ્ટ્રીય કાયદાની વિરૃદ્ધમાં અને ફિલિપાઈન્સની સ્વતંત્રતાને જોખમમાં મૂકતું પગલું ગણાવ્યું હતું. જાન્યુઆરીથી ચીની નૌકાદળ અને ચીની કોસ્ટગાર્ડ સતત ફિલિપાઈન્સની જળસીમામાં ઘૂસણખોરી કરે છે. પછી ફિલિપાઈન્સના પ્રમુખે ગયા પખવાડિયે કહ્યું હતું કે જળનું પાણી લોહિયાળ બનશે પછી કદાચ વિવાદ ખતમ થશે. એવું કહીને તેમણે ચીન સાથે આરપારની લડાઈના સંકેતો આપ્યા હતા.

(5:16 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવાયુઃ સોમવારે સવારના ૭ વાગ્યા સુધી રહેશે પ્રતિબંધ : સીએમ યોગીની આજની બેઠકમાં આ લોકડાઉન સામવારે સવારે ૭ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે access_time 3:46 pm IST

  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST

  • પશ્ચિમ બંગાળનું સુકાન ત્રીજી વખત સંભાળતા મમતા બેનર્જી.. આજે સવારે તેમણે મુખ્યમંત્રીપદના સોગંદ લીધા તે સમયની તસવીર access_time 11:08 am IST