Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

આફ્રિકન દેશ મેડાગાસ્કરમાં લોકો પર દુકાળનો માર પડ્યો: જંગલી પાંદડા સહીત તીડ ખાઈને ભૂખ સંતોષવાની નોબત આવી

નવી દિલ્હી: આખી દુનિયા જયારે કોરોના વાયરસની ઝપટમાં છે, આફ્રિકન દેશ મેડાગાસ્કરમાં લોકો પર દૂકાળનો બમણો માર પડી રહ્યો છે. હજારો લોકો જંગલી પાંદડા અને તીડ ખઇને ભૂખ ભાંગી રહ્યા છે. સતત દુષ્કાળ અને ધૂળના તોફાનોના કારણે પાક નષ્ટ થઈ ચુકયો છે જેનાથી ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. સંયુકત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમ ના સીનિયર ડાયરેકટર અમેર દાઉદીએ ચેતવણી આપી છે કે મલાગસીમાં બાળકોની જિંદગીઓ ખતરામાં છે.

            ખાસ કરીને વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ચિંતાજનક સ્તર પર પહોંચી ગયું છે. મૈડાગાસ્કરની રાજધાની અન્ટાનનરીવોથી બોલતા દાઉદીએ સંયુકત રાષ્ટ્રને જણાવ્યું કે, તેઓ એવા ગામોમાં ગયા હતા જયાં લોકો જીવતા તીડ, કેકટસના કાચા ફળ અને જંગલી પાંદડા ખાવા માટે મજબૂર છે. દક્ષિણ મેડાગાસ્કરમાં દૂષ્કાળ પડ્યો છે અને ખાવાના સ્ત્રોત નથી. તેમણે જણાવ્યું કે, એવા ભયાનક દ્રષ્યો જાેયા છે જયાં બાળકો કૂપોષિત છે અને ફકત બાળકો નહીં, માતાઓ, પરિવાર અને આખા ગામ.

(6:15 pm IST)
  • મહારાષ્ટ્રમાં મોડી સાંજ સુધીમાં ૫૭ હજારથી વધુ નવા કેસ નોંધાયા મુંબઈમાં પણ થોડા કેસ વધ્યા છે મોડી સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાં ૫૭૬૪૦ નવા કોરોના કેસ નોંધાયા છે, તો મુંબઈમાં ૩૮૭૯ નવા કેસ થયા ૩૬૮૬ સાજા થયા અને ૨૪ કલાકમાં ૭૭ મૃત્યુ નોંધાયા છે: જ્યારે મહારાષ્ટ્રમાં ૫૭૦૦૬ સાજા થતા ડીસ્ચાર્જ કરાયા અને ૯૨૦ મૃત્યુ નોંધાયા છે access_time 9:33 pm IST

  • ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવાયુઃ સોમવારે સવારના ૭ વાગ્યા સુધી રહેશે પ્રતિબંધ : સીએમ યોગીની આજની બેઠકમાં આ લોકડાઉન સામવારે સવારે ૭ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે access_time 3:46 pm IST

  • કર્ણાટકમાં કોરોના કેસનો આંક પ્રથમ વખત ૫૦ હજારને વળોટી ગયો કર્ણાટકમાં પ્રથમ વખત ૫૦ હજાર ઉપર નવા કેસ નોંધાયા, ૨૬૮૪૧ સાજા થયા અને છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૬ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST