Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

બ્રાઝિલમાં પ્રાઈમરી શાળામાં થયેલ હુમલામાં 5 લોકોના મોત

નવી દિલ્હી:એક 18 વર્ષીય શખ્સે બ્રાઝિલના એક પ્રાઈમરી શાળામાં નુકીલી વસ્તુથી કરવામાં આવેલ એક હુમલામાં ત્રણ બાળકો સહીત બે ચોકીદારોના મોત નિપજ્યા છે. સૈન્ય પોલીસ પ્રવક્તા મેજર રાફેલ એટૉનિયો ડા સિલ્વાએ સાંતા કૈટરિનાનાં રાજ્યથી ડીપીઓને જણાવ્યું હતું કે સૈદાદસ શહેરમાં એકારેલા પ્રાઈમરી શાળામાં થયેલ હુમલામાં એક બાળકને ગંભીર રીતે ઇજા પહોંચી છે. શરૂઆતમાં બે બાળકો મોતને ભેટ્યા હતા પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તેમજ અન્ય ઈજાગ્રસ્ત બાળકોને સારવાર  અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસે હુમલા અંગે વધુ તપાસ કરી રહી છે.

(6:22 pm IST)