Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

કોરોના વેક્સિનના બને ડોઝ લીધા પછી રિપોર્ટ કરાવવાની વાતને લઈને ડોક્ટરોએ કર્યો ખુલાસો

નવી દિલ્હી: કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ અનેક લોકોને વેક્સીનને લઈને ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે? જેમ કે સ્વસ્થ થયા પછી કેટલા સમયની અંદર વેક્સીન લેવી જોઈએ? બંન્ને ડોઝ લીધ બાદ કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી છે? આ પ્રશ્નને લઈને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને મહત્ત્વની ચોખવટ કરી દીધી છે. અમેરિકાના સેન્ટર પર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સંસ્થાએ જણાવ્યું હતું કે, જો તમે સંપૂર્ણ રીતે વેક્સીનેટ થઈ ગયા હોવ તો કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

સંસ્થાએ પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું કે, જો તમે બંન્ને ડોઝ લઈ લીધા હોય તો વ્યક્તિએ કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. આ ઉપરાંત ક્વોરેન્ટાઈન રહેવાની પણ જરૂર નથી. ભલે તમે કોઈ સંક્રમીત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો કે ન આવ્યા હો. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સંસ્થા કહે છે કે,જો કોઈ વ્યક્તિએ બંન્ને ડોઝ લઈ લીધા હોય તો એનું ખાસ કોઈ સ્ક્રિનિંગ કરવાની જરૂર નથી. જોકે, મહામારીના જોખમને ધ્યાને લેતા હજું પણ ઘણી બધી કંપનીઓ પોતાના કર્મચારી અંદર પ્રવેશ કરે એ પહેલા એમનું સ્ક્રિનિંગ કરે છે. વેક્સીનના બંન્ને ડોઝ લઈ લીધા બાદ પણ વિદેશથી આવતા અમેરિકી નાગરિકો પાસે કોરોનાનો નેગેટિવ રીપોર્ટ હોવો જરૂરી છે. જોકે, કેટલાક જાણકારોએ સંસ્થાને એવી પણ સલાહ આપી છે કે, તેઓ ટેસ્ટિંગ માટેની ગાઈડલાઈન્સમાં થોડું પરિવર્તન કરે. હાલના સમયે સામાન્ય શરદી અને વાયરસ પણ કોવિડ-19 બાજું ઈશારો કરે છે. જેના કારણે ટેસ્ટિંગ ક્ષમતા પર ભારણ વધી જાય છે. છેલ્લા બેથી ત્રણ અઠવાડિયાથી કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે.

 

(5:22 pm IST)