Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

દુનિયાનું સૌથી અજીબોગરીબ જાનવર

નવી દિલ્હી: દુનિયામાં અજીબોગરીબ વસ્તુઓની કોઈ અછત નથી. ઘણી વખત આપણી આસપાસ જ એવી ઘટના થઈ જાય છે. જેની બાબતમાં જાણીને આપણે પોતે જ ચોંકી જતા હોઈએ છીએ. હકિકતમાં પૃથ્વીપર એક એવું જાનવર પણ છે જે હંમેશા પ્રેગનેંટ રહે છે. એવું સમજી લોકે તેણે જો એક બાળકને જન્મ આપ્યો છે. તો બની કે છે તેના પેટમાં બીજું બાળક આકાર લઈ રહ્યું છે. ડિલિવરી પહેલાં જ તેના શરીરમાં વધુ એક ભ્રૂણ તૈયાર થઈ જાય છે. જેનો જન્મ કેટલાક દિવસો પછી થઈ જાય છે. આ જાનવરનું નામ છે સ્વૈમ્પ વોલબી.કાંગારુ પ્રજાતિનું સ્વૈમ્પ વોલબી દેખાવમાં પણ કાંગારુ જેવું હોય છે. અને કહેવાય છે કે આ જાનર હંમેશા પ્રેગનન્ટ રહે છે. એક રિપોર્ટ મુજબ યુનિવર્સિટી ઓફ મેર્લબોન અને બર્લિનના લેબ્નીઝ ઈન્સ્ટીટ્યૂટ ઓફ જૂ એન્ડ વાઈલ્ડલાઈફ રિસર્ચ અનુસાર આ જીવ જીવનભર પ્રેગનન્ટ રહે છે. આ માહિતી સૌથી પહેલા જર્નલ PANS માં છાપવામાં આવી છે.

આ રિપોર્ટ મુજબ ફિમેલ વોલબીમાં બે અલગ અલગ પ્રકારના યુટરસ અને બે ઓવરી હોય છે. એનાથી એવું થાય છે કે પ્રેગ્નન્સીની છેલ્લો સમય આવવા સુધીમાં તો બીજા યુટરસમાં બીજું બાળક તૈયાર થવા લાગે છે. આ દરમિયાન વોલબીના પેટમાં બે અલગ અલગ યુટરસમાં બે જુદા જુદા બાળકો ઉછરી રહ્યા હોય છે. તેની ડિલિવરી બાદ પણ એક ભ્રૂણ શરીરમાં રહે છે. આ પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે. એટલા માટે કહેાય છે કે આ હંમેશા પ્રેગ્નન્ટ રહે છે. માદા કાંગારુના શરીરમાં પણ બે અલગ અલગ યુટરસ અને ઓવરી હોય છે. પરંતુ કાંગારુમાં પ્રેગ્નન્સીની રીત અલગ હોય છે. અને કાંગારુ હંમેશા પ્રેગ્નન્સીવાળી કેટેગરીમાં શામેલ નથી કરાઈ. હકિકતમાં માદા કાંગારુ એકવાર બચ્ચાને જન્મ આપ્યાના ત્રણચાર દિવસ પછીથી જ પ્રેગ્નેટ થઈ શકે છે. ફિમેલ વોલબી બાળકોને જન્મ આપ્યા પહેલાં જ પ્રેગ્નેટ થઈ શકે છે. અને બીજા બાળકને બીજા યુટરસમાં કંસીવ કરી લે છે. તો એવું પણ કહેવાય છે કે યુરોપિયન બ્રાઉન હેયરની સાથે પણ આવું જ થાય છે અને તે કોઈ બાળકને જન્મ આપ્યા પહેલા પ્રેગ્નેટ થઈ શકે છે. પરંતુ તેને બે યુટરસ નથી હોતા. સ્વૈમ્પ વોલબીની પ્રેગ્નન્સી પીરિયડ ફક્ત 30 દિવસનો હોય છે. કહેવાય છે કે માદા વોલબી એક બાળકના જન્મને ત્યાં સુધી ટાળી શકે છે જ્યાં સુધી પહેલા જન્મ લઈ ચૂકેલ બાળક તેની થેલીથી બહાર નીકળીને ચાલવાનું ચાલુ નથી કરી દેતા.

(5:28 pm IST)