Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

યુવાને તબેલામાં જઇને રેપ કરીને ઘોડાને કરી નાખ્‍યો લોહીલુહાણ : કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી

અમેરિકાની ભારે શરમજનક ઘટના : જીવદયા પ્રેમીઓ અને એનિમલ લવર્સમાં આઘાતની લાગણી પ્રસરી : સીસીટીવીમાં કેદ થયું ધૃણાસ્‍પદ કૃત્‍ય

ટેક્‍સાસ,તા. ૫ : અમેરિકાના ટેક્‍સાસ શહેરમાં એક ભારે શરમજનક ઘટના બનતા જીવદયાપ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઈ છે. ટેક્‍સાસના જીન-મેરી બુગોમા નામના એક યુવાને તબેલામાં બાંધેલા ઘોડા પર રેપ કર્યો હતો. જૂન ૨૦૨૦ થી ફેબ્રુઆરી ૨૦૨૧ ની વચ્‍ચે, બુગોમાએ ઓછામાં ઓછા ત્રણ વખત તબેલામાં ઘોડા પર ઘૃણાસ્‍પદ કૃત્‍ય કર્યું હતું. બુગોમા સીસીટીવી કેમેરામાં નગ્ન હાલતમાં તબેલામાં ફરતા ઝડપાઇ ગયા હતા.

તબેલામા ફીટ કરવામાં આવેલા કેમેરામાં કોઈ યુવાન બે ઘોડા સાથે દુષ્‍કર્મ આચરી રહેલો દેખાતો હતો. યુવાનના ધૃણાસ્‍પદ કૃત્‍યનો ભોગ બનેલા બે ઘોડાને ખૂબ લોહી નીકળ્‍યું હતું અને તે બીમાર પડ્‍યાં હતા. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. ઘોડા સાથે રેપ કર્યા બાદ યુવાન નગ્ન અવસ્‍થામાં ફરી રહ્યો હોવાનું પણ જણાયું હતું.

એવું જણાવવામાં આવ્‍યું હતું કે એ પછી તરત જ તબેલાના માલિકે જોયું કે તેના બે ઘોડા ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન પશુચિકિત્‍સકે જોયું કે પ્રાણીઓ પર જાતીય હુમલો કરવામાં આવ્‍યો હતો. પરંતુ પછી કોઈને પણ બગોમા પર શંકા ન હતી. પરંતુ થોડા મહિના બાદ જયારે ફરીથી તબેલામાં બગોમા દેખાયો તો માલિકને શંકા ગઇ.

આ કેસમાં કોર્ટમાં ચાલ્‍યો હતો. બુગોમાએ ઘોડા પર બળાત્‍કાર કરવાની વાત કબૂલી હતી જેને આધારે કોર્ટે તેને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. બુગોમાને બુધવારે બેસ્‍ટાલિટીના દોષી ઠેરવવામાં આવ્‍યા હતા.

તપાસનીસ અધિકારીઓએ ડીએનએ સેમ્‍પલ લીધા હતા. ડીએનએ ટેસ્‍ટમાંથી જે વાત બહાર આવી તેનાથી પોલીસકર્મીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખરેખર, ઘોડા અને બગોમાના ડીએનએ મેળ ખાતા હતા. આ પુરાવાઓને કોર્ટમાં મૂકવામાં આવ્‍યાં હતા અને તેને આધારે કોર્ટે તેને ૧૦ વર્ષની સજા ફટકારી હતી. 

(10:16 am IST)