Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

દુનિયાનું સૌથી નાનું રાજયઃ જયાં ૧૧ લોકો છે પ્રજા અને એક છે રાજા

લંડન, તા.૫: તમે અત્યાર સુધી ઇતિહારમાં દુનિયાના સૌથી મોટા સામ્રાજયો વિશે સાંભળ્યું હશે પણ આજે અમે તમને તેવા રાજા અને તેના રાજય વિષે જણાવવા જઇ રહ્યા છીએ જે કદાચ દુનિયાનું સૌથી નાનું રાજય હશે. બ્રિટિશ સામ્રાજય વિષે કહેવાતું હતું કે તેનો સૂરજ કયારેય નથી ડૂબતો. જયારે ચંગેઝ ખાનની સલ્તનતે ચીનથી લઇને હિંદુસ્તાનમાં રાજય કર્યું હતું. વળી મુગલોએ પણ લાંબા સમય સુધી કાબુલથી લઇને ભારતમાં કર્ણાટક સુધી રાજય કર્યું હતું

 ત્યારે આવા મોટો સામ્રાજય વચ્ચે અમે તમને જણાવી રહ્યા છીએ વિશ્વના સૌથી નાના સામ્રાજય વિષે જે ઓડિનની ખાડીમાં ઇટલીના સાર્ડિનિયા તટથી દૂર ટવોલારા પાસે એક નાના દ્રીપ પર આવેલું છે. ટવોલારા પાંચ કિલોમીટર લાંબા વિસ્તારમાં ફેલાયેલું છે અને એક કિલોમીટર પહોળુ છે અને તે સમુદ્રની વચ્ચે આવેલું છે.

ટોનિયો બર્તલિઓની ટવોલારા પર રાજ કરે છે. પણ તે કોઇ રાજાની જેમ નથી રહેતા. ટોનિયો બર્તલિઓની પહેરવેશ પણ કોઇ સામાન્ય માણસ જેવો જ છે અને તે એક રેસ્ટોરેંટ ચલાવે છે. તેમની પાસે એક બોટ પણ છે.

 તેમની પ્રજા છે ૧૧ લોકો. અને તેમ છતાં ટોનિયો બર્તલિઓ અને ટવોલારાના લોકો પોતાના દેશની સલ્તનતને ખૂબ જ ગંભીરતા લે છે.(૨૩.૩)

(10:22 am IST)