Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

પોતાની જાતને 'ઇસ્લામિક સ્ટેટ'કહેનાર ઉગ્રવાદી સંગઠનના ઓનલાઇન કન્ટેન્ટની માહિતી સામે આવી

નવી દિલ્હી: પોતાની જાતને 'ઇસ્લામિક સ્ટેટ' કહેનારા ઉગ્રવાદી સંગઠનના ઓનલાઇન કન્ટેન્ટના મોટા ભંડારની જાણ થઈ છે. ભંડારની જાણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક ડાયલૉગ (આઈએસડી)ના રિસર્ચરોએ કરી છે. ઓનલાઇન લાઇબ્રેરીમાં 90 હજારથી પણ વધારે આઇટમ છે અને પ્રત્યેક મહિને પ્લૅટફોર્મ પર 10 હજાર જેટલા યુનિક વિઝિટર પણ આવે છે. નિષ્ણાતો પ્રમાણે આના દ્વારા ઉગ્રવાદીઓ સતત નેટ પર કન્ટેન્ટ મોકલી રહ્યા છે. ખાસ વાત છે કે આને ઇન્ટરનેટ પરથી હઠાવવું પણ સરળ નથી કારણ કે તમામ ડેટા એક જગ્યા પર સ્ટોર નથી. બ્રિટન અને અમેરીકાના ઉગ્રવાદ વિરોધી અધિકારીઓ તરફથી ચેતવણી જાહેર કર્યા પછી પણ કન્ટેન્ટમાં સતત વધતો થતો રહ્યો છે.

(6:00 pm IST)
  • એવા સાંસદોને સંસદની બહાર રાહ જોવી પડશે : લોકસભા-રાજયસભામાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના જે સાંસદ આવશે તો રિસેપ્શન ઉપર તેનો કોરોના ટેસ્ટ કરી અપાશે અને જયાં સુધી રીઝલ્ટ નહિ આવે ત્યા સુધી આ સાંસદે બહાર રાહ જોવી પડશે સંસદના સેક્રેટરીઓ જાહેર કરેલ ગાઇડ લાઇન મુજબ આ પગલા લેવાયા છે. access_time 12:50 pm IST

  • અત્યારે ૪ાા વાગે બ્રીક્સ રાષ્ટ્રોની મિટીંગ બ્રીકસ રાષ્ટ્રો બ્રાઝીલ, રશીયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાનો વચ્ચેની વિડીઓ કોન્ફરન્સમાં અત્યારે ભારતીય સમય પ્રમાણે ૪ાા વાગે બેઠક શરૃ થઈ છે access_time 5:49 pm IST

  • ૨૯ નવેમ્બર પહેલા વિધાનસભા પેટા ચૂંટણીઓ યોજાશેઃ દેશમાં લોકસભાની ૧ અને વિધાનસભાની ૬૪ બેઠકો ઉપર પેટા ચૂટણી યોજાશેઃ બિહાર વિધાનસભાની પેટા ચૂંટણી પણ સાથે યોજાશે ઝી- ન્યુઝનો અહેવાલ access_time 5:48 pm IST