Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

દુનિયાની બીજા નંબરની આર્થિક મહાસત્તા ચીન માટે આગામી દિવસોમાં નાગરિકોના પેટ ભરવા માટે મુશ્કેલીની પરિસ્થિતિ આવી શકે છે

નવી દિલ્હી: દુનિયાની બીજા નંબરની આર્થિક મહાસત્તા ચીન માટે આગામી દિવસોમાં પોતાના નાગરિકોનુ પેટ ભરવુ મુશ્કેલ થઈ શકે છે. સૌથી વધુ વસતી ધરાવતા ચીનમાં દુનિયાની 22 ટકા વસતી સામે દુનિયાની સાત ટકા ખેતી લાયક જમીન છે.કારણકે 1949થી સતત ચાલી રહેલા ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે ચીનની ખેતી લાયક 22 ટકા જમીન ઓછી થઈ ચુકી છે અને દેશમાં હવે માંડ 10 થી 15 ટકા ખેતીલાયક જમીન બચી છે. જેની સામે ભારતમાં ખેતીલાયક જમીનનુ પ્રમાણ 50 ટકા, અમેરિકામાં 20 ટકા, ફ્રાંસમાં 32 ટકા અને સાઉદી અરેબિયામાં 1 ટકા છે.ચીનમાં જે જમીન પર ખેતી થાય છે તે પૈકી 40 ટકા જમીન પર સિંચાઈની સુવિધા છે.

                 ઓછી જમીનમાં મહત્તમ અનાજ પેદા કરવુ પડે તેમ હોવાથી ચીન સૌથી વધારે ખાતરનો ઉપયોગ કરે છે અને તેના કારણે પ્રતિ એકર અનાજનુ સૌથી વધારે ઉત્પાદન થાય છે.આમ છતા ચીનમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે બહુ મોટો તફાવત છે.વારંવાર આવતી પ્રાકૃતિક આપત્તિઓ વચ્ચે ચીન માટે પોતાની વસતીનુ પેટ ભરવુ મુશ્કેલ બની ગયુ છે.2030માં ચીનની વસતી દોઢ અબજ પર પહોંચશે ત્યારે તેને દર વર્ષે 10 કરોડ ટન વધારે અનાજની જરુર પડવાની છે.

(6:02 pm IST)