Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

આજ રોજ ચીને ફરીથી વાપરી શકાય તેવા અંતરિક્ષ યાનનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ચીને શુક્રવારે ફરીથી વાપરી શકાય એવા અંતરિક્ષ યાનનુ સફળ પરિક્ષણ કર્યુ હતુ. પંરતુ ચીને વાતની પુષ્ટિ નથી કરી કે પરિક્ષણ કયા અભિયાન અંતર્ગત કરવામાં આવ્યુ હતુ. અંતરિક્ષ યાન ચીનના ઉત્તર-પશ્ચિમમાં આવેલ ઝિયૂક્કુઆન સેટેલાઈટ લોન્ચ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ. અંતરિક્ષ યાનને લોન્ગ માર્ચ - 2F રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યુ હતુ.

               તમામ માહિતિ સરકારી સમાચાર એજન્સી શિંહુઆ દ્વારા આપાઈ હતી. તેના રિપોર્ટ અનુસાર યાન પોતાની કક્ષામાં અભિયાનને પૂર્ણ કરીને ચીનની ધરતી પર પાછુ લેન્ડ કરશે. દ્વારા ચીન પોતાની અંતરિક્ષ ઉડાનની ટેક્નિકોને ફરીથી વાપરી શકવાની ક્ષમતાઓનુ પરિક્ષણ કરી રહ્યુ છે.

(6:03 pm IST)