Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ઓએમજી.....આ દેશમાં પોપટના કારનામાના કારણોસર માલિકને જેલમાં જવાની નોબત આવી

નવી દિલ્હી: ઘણા લોકોને ઘરમાં પાલતુ જાનવર રાખવાનો શોખ હોય છે. અમુક લોકો ઘરમાં કૂતરા-બિલાડીઓ પાળે છે તો અમુક લોકો પક્ષીઓ પણ પાળે છે. આવી જ રીતે એક શખ્સે પોતાની પસંદનો પોપટ પાળ્યો હતો જેની તેણે બહુ મોટી કિંમત ચૂકવવી પડી. આ ઘટના તાઈવાનમાં થઈ અને જે પણ આ ઘટના વિશે સાંભળે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. પોપટના માલિકને બિલકુલ અંદાજો નહોતો કે તેના પોપટે કંઈક એવુ કરી દીધુ છે, જેના કારણે ના માત્ર તેના રૂપિયા ખાલી થવાના છે પરંતુ તેમને જેલ પણ જવુ પડશે. શખ્સ પાસે જે પોપટ હતો તેની સાઈઝ ખૂબ વધુ હતી અને તે મસ્તીખોર પણ હતો. દરમિયાન પોપટની બદમાશીની સજા પોપટના માલિકને ભોગવવી પડી. જે શખ્સને પોપટે માર્યુ હતુ તેના હાડકા પણ તૂટી ગયા હતા. તૈનાન નામના સ્થળે એક હુઆંગ સરનેમ વાળો શખ્સ રહે છે. જેણે બે પાલતૂ પોપટ પાળી રાખ્યા છે. તે પોપટને પોતાની સાથે પાર્કમાં લઈને ગયો હતો જેથી તે પોતે એક્સરસાઈઝ કરી લે અને પોપટ પણ થોડુ ઉડી લે. દરમિયાન પોપટે જોગિંગ કરી રહેલા શખ્સને પોતાની પાંખોથી એ રીતે ડરાવ્યા કે તે ડરી ગયો અને પડી જવાથી તેનુ હિપનું જોઈન્ટ હલી ગયુ તેમજ હાડકા પણ તૂટી ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલ જવુ પડ્યુ અને રિકવરીમાં 6-7 મહિનાનો સમય થઈ ગયો. બાદમાં એવુ બન્યુ કે શખ્સે પોપટના માલિક પર કેસ કરી નાખ્યો. 

(7:48 pm IST)