Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ન્યુઝીલેન્ડમાં ગર્ભપાત બાદ ૩ દિવસની રજા અપાશે

આવી રજા આપનાર ન્યુઝીલેન્ડ બન્યો બીજો દેશ

વોશીંગ્ટન : ન્યુઝીલેન્ડ દુનિયાનો બીજો એવો દેશ બની ગયો છે, જે કોઇ પણ સ્થિતીમાં ગર્ભપાતનો શિકાર બનનાર કામદારને પેઇડ લીવ આપશે. બુધવારે સંસદોએ સર્વ સંમતિથી આ ખરડાને મંજૂરી આપી હતી. એટલે ન્યુઝીલેન્ડમાં હવે ગર્ભાવસ્થા દરમ્યાન કોઇપણ પરિસ્થિતીમાં ગર્ભપાત થાય તો કાયદા અનુસાર કર્મચારીઓને ત્રણ દિવસની રજા મળી શકશે. ''ધ બેરેવમેન્ટ બીલ'' નામનો આ નવો કાયદો માતાઓ અને તેમના પાર્ટનર્સ જે ગર્ભપાત અથવા સ્ટીલ બર્થથી પીડીત હોય તેમને ત્રણ દિવસની પેઇડ લીવ આપશે.

બિલ રજૂ કરનાર લેબર સાંસદ ગિન્ની એન્ડરસને કહ્યું કે ન્યુઝીલેન્ડ આવો લાભ આપનાર બીજો દેશ બનશે. ભારતમા ગર્ભપાત પછી મહિલાઓને છ અઠવાડીયાની રજા મળે છે.

(3:19 pm IST)