Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ટયુના નામની માછલીનું સેવન કરવાથી મોઢામાં સોજો આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે

હિસ્ટમીન નામના તત્વથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય

નવી દિલ્હીઃ અમેરિકાનાં ખોરાક અને ઔષધિ વિભાગે પીળા રંગનાં ફીણ વાળી ટ્યુના ફિશનાં બધા જ ઉત્પાદન બજારથી પાછા ખેંચવાનાં આદેશ આપ્યા છે. જેનું કારણ છે કે જેના ઉત્પાદકોથી એક ખાસ પ્રકારનાં ફૂડ પોઈઝનિંગ ,સ્કોમ્બોઈડ ફિશ પોઈઝનિંગનો ડર રહે છે. એવું ત્યારે થાય છે જ્યારે લોકો આ માછલીનું સેવન કરે છે. જે હિસ્ટમીન નામક તત્વથી દૂષિત થઈ ચૂકી હોય છે. હિસ્ટમીનનાં લીધે શરીરમાં એલર્જીનાં લક્ષણો દેખાઈ છે.

 આવું ત્યારે થાય છે જ્યારે ફિશને સમુચિત રૂપથી ફ્રીઝ નાં કરવામાં આવ્યું હોય અને બેકટેરિયા ત્વચાનાં માધ્યમથી માછલીની અંદર સુધી પહોંચી જાય છે. અને તે ઉચ્ચ સ્તરીય હિસ્ટમીનથી દૂષિત થઈ જાય છે.

સ્કોમ્બોઈડ ફિશ પોઈઝનિંગનાં લક્ષણોએ છે કે આ માછલીનું સેવન કરવાથી મોઢામાં જલન શરૂ થઈ જાય છે. , મોઢું સોજી જાય છે તેમજ ચામડીનાં રોગ અને ખંજવાળ પણ આવે છે. દર્દીનો જીવ ઘબરાવા લાગે છે, ઊલટી અને ડાયરિયા જેવા લક્ષણો દેખાઈ છે. મોઢું લાલ થઈ જાય છે, માથાનો દુખાવો , બેહોશીની સાથે સાથે ક્યારેક ક્યારેક તો આંખોની સામે અંધારું છવાઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ, મોઢાનો સ્વાદ બગડી જવો વેગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

 કેટલીક કલાકોમાં આ લક્ષણોમાં સુધારો આવી જાય છે પરંતુ કેટલાક દર્દીઑમાં આ લક્ષણો થોડા ઘણા દિવસો સુધી જોવા મળે છે. કેટલીક વિકટ પરિસ્થિતિઓમાં દર્દીઓને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવે છે. અસ્થમા અને હદય રોગના દર્દીઓ માટે આ હિસ્ટમીન ફૂડ  પોઈઝનિંગ ખૂબ જ હાનિકારક હોય છે.

 ટ્યુના ફિશ સિવાય માહી-માહી , બ્લૂ ફિશ, સાર્ડિન , ઈનકોવિ અને હૈરિંગ નામની માછલીઓમાં પણ હિસ્ટમીનની આશંકા હોય છે. માછલી સિવાય હિસ્ટમીન અન્ય ખાધ પદાર્થ જેમ કે ચીઝ, વાઈન , અથાણું વગેરે માં જોવા મળે છે. અમેરિકાની બજારોમાં ટ્યુન ઉત્પાદકોમાં હિસ્ટમીનનું પ્રમાણ ૫૦ પીપીઈથી પણ વધુ જોવા મળ્યું છે.

(3:25 pm IST)