Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સાઉદી અરેબિયાની સરકારે ઉમરાહ માટે કોવીડ-19ની રસી આપવાની ફરજીયાત કરવામાં આવી

નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોનાથી આજે આખું વિશ્વ ફફડી રહ્યું છે. દરેક દેશ અને દરેક ધર્મના લોકો આજે કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે સાઉદી અરબ સરકારે પણ રમજાન માસમાં ઉમરાહ માટે કોવિડ -19 રસીને ફરજીયાત બનાવ્યું છે. સાઉદી અરેબિયાની સરકારે જણાવ્યું છે કે માત્ર રસીકરણ પછી ભક્તો ઉમરાહ માટે આવી શકે છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે મંત્રાલય ત્રણ કેટેગરીના લોકોને 'ઇમ્યુનાઇઝ્ડ' માને છે, પ્રથમ, કોવિડ -19 રસીના પ્રથમ ડોઝના 14 દિવસ પછી, રસીના બંને ડોઝ લીધા હોય અથવા કોરોના વાયરસ ને મહાત આપી ચુકેલા લોકો નો કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. સ્થિતિ ઇસ્લામના પવિત્ર તીર્થસ્થળ મક્કા-મદીના માટે પણ આજ શરતો લાગુ કરવા માં આવી છે. અગાઉ મંત્રાલયે જાહેરાત કરી હતી કે રમઝાન દરમિયાન ઉમરાહ કરનારાઓને રસી આપવાની જરૂર નહીં પડે. નોંધપાત્ર વાત છે કે હજ 2021 માટે સરકારે કોવિડ -19 રસીનો ડોઝ લેવો ફરજિયાત બનાવ્યો છે.

(5:06 pm IST)