Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ફાઇઝરની વેક્સિનને કેનેડાએ 12થી 15 વર્ષના ટીનએજને આપવા માટે યોગ્ય ગણાવી હોવાની માહિતી

નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાની નવી લહેર હવે બાળકો અને ટીનએજમાં પણ અસર કરી રહી છે અને હજુ જે વેકસીન ઉપલબ્ધ છે તે હાલ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે હોવાનું જાહેર થયું છે પણ અમેરિકન કંપની ફાઈઝરની વેકસીન 12 થી 15 વર્ષના ટીનએજને આપવા માટે યોગ્ય જાહેર થતા કેનેડાએ ફાઈઝરની વેકસીનની 12-15 વર્ષના કીશોર-કીશોરીઓ માટે યોગ્ય ગણી છે અને તે હવે વય જૂથના બાળકોને અપાશે. કેનેડામાં હાલ જે વેકસીન છે તે 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે માન્ય છે.

આમ ભારતમાં વેકસીનની જે લઘુતમ આયુ મર્યાદા 18 વર્ષની છે તે કેનેડામાં 16 વર્ષની છે અને તેથી હવે 12થી15 વર્ષની વયજૂથના બાળકોને પણ વેકસીનની મંજુરી મળતા અહી 12 વર્ષ કે તેથી વધુ ઉમરના તમામ વેકસીન માટે યોગ્ય ગણાઈ જશે અને હાલ માટે ફાઈઝરની વેકસીનને મંજુરી અપાઈ છે. કેનેડાની ફેડરલ મીનીસ્ટ્રીએ જાહેરાત કરી છે અને હવે અમેરિકાનું બાઈડન તંત્ર પણ દેશમાં ફાઈઝરની વેકસીન 12 વર્ષ કે તેથી વધુ વયના લોકોને આપવાની મંજુરી મળશે.કેનેડાની હેલ્થ મીનીસ્ટ્રીના સીનીયર એડવાઈઝર સુપ્રીયા શર્માએ જણાવ્યું હતું કે ફાઈઝર અને તેના જર્મનીના પાર્ટનર બાયોએનટેક દ્વારા વેકસીન તૈયાર થઈ છે

(5:53 pm IST)