Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

બ્રિટનમા 50 વર્ષથી વધુ વયના લોકોને આપવામાં આવશે કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ

નવી દિલ્હી: એક બાજુ દુનિયામાં અનેક દેશોમાં વેકિસનની કમીથી વેકિસનના એક ડોઝથી રોગ પ્રતિકારક શકિત પેદા કરવા પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે બ્રિટનમાં કોરોના સંક્રમણને જડથી ઉખાડી ફેંકવા માટે ત્રણ ડોઝ આપવાની તૈયારી થવા પામી છે.ત્યાં શિયાળાની શરૂઆતની સાથે સાથે 50 વર્ષથી વધુ વયના દરેક અંગ્રેજોને કોરોનાની રસીનો ત્રીજો આપવાની શરૂઆત કરવામાં આવશે. આનુ લક્ષ્‍છે કે ક્રિસમસ સુધીમાં દેશમાં સાર્સ-કોવ-2 વાયરસનાં કહેર પર પુરેપુરો કાબુ મેળવી લેવાનો છે.

બ્રિટીશ સરકાર કોરોનાને રોકવા માટે 'બુસ્ટર પ્રોગ્રામ' અંતર્ગત ઈંગ્લેન્ડના મુખ્ય ચિકિત્સા અધિકારી ક્રિસ વ્હીટીના નેતૃત્વમાં બે ઉપાયોની અજમાઈશમાં લાગ્યા છે. પ્રથમ વસ્તીને સાર્સ-કોવ-2 વાઈરસનાં નવા સ્વરૂપો સાથે લડવા માટે વિશેષ રૂટો લડવા માટે ખાસ રીતે તૈયાર થયેલ રસી લગાવવી, બીજુ ફાઈઝર બાયોએનટેક ઓકસફર્ડએસ્ટ્રાજેનેકા કે મોડર્ના તરફથી વિકસીત રસીમાંથી કોઈ એકનો ત્રીજો ડોઝ આપવો.અખબાર અનુસાર પ્રોગ્રામની શરૂઆત સપ્ટેમ્બરમાં થઈ શકે છે.

(5:53 pm IST)