Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ઓએમજી....નાઈજિરીયાના આ શખ્સની છે 130 પત્નીઓ સહીત 203 બાળકો....

નવી દિલ્હી: કહેવાય છેકે, આપણાં દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. તેથી સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો જેવા અભિયાન ચલાવીને પણ લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, સતત ઘટતી સ્ત્રીઓની સંખ્યાને કારણે સંખ્યાબંધ પુરુષોને આજીવન વાંઢા રહેવાનો વારો આવે છે. ત્યારે એક મહાશય એવા છે જે 130 પત્નીઓ રાખતા હતા. કહાની ખુબ રોચક છે.

મહાશયનું નામ છે મહોમ્મદ બેલો અબુબકર (Mohammed Bello Abubakar). કહાની છે નાઈઝીરિયાની. જે ખુબ ગરીબ દેશ માનવામાં આવે છે. અહીં બેરોજગારી, ભુખમરો અને નિરક્ષરતા જેવા તમામ અભિષાપોની ભરમાર છે. સ્થિતિની વચ્ચે એક મહાશય અહીં 130થી વધારે પત્નીઓ સાથે રહેતાં હતા. દુનિયાભરમાં વસ્તી વધતી જાય છે ત્યારે કેટલાક દેશોએ વધતી વસતીને નિયંત્રણમાં લેવા નિયમો બનાવ્યા છે. બીજી તરફ એક વ્યક્તિને 130 પત્નીઓ અને 203 બાળકો છે. જીહાં, એક વ્યક્તિ જેને 130થી વધારે પત્નીઓ હતી. હાલ મહાશય દુનિયામાં નથી. વર્ષ 2017માં અબુબકરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે સમયે તેની ઉંમર અંદાજે 93 થી 94 વર્ષની આસપાસ હતી. અબુબકર એક સાથે પોતાની 130થી વધારે પત્નીઓ સાથે રહેતો હતો. જેકે, જોવા જેવી વાત પણ છેકે, અબુબકરના નખમાં પણ કોઈ બીમારી નહોંતી. અબુબકર આટલાં વર્ષોમાં કોઈ દિવસ બીમાર પડ્યો નહોંતો. જોકે, વધતી ઉંમરના કારણે એક દિવસ અચાનક તેનું મોત નિપજ્યું. જોકે, મરતા પહેલાં પણ અબુબકરે પોતાના પરિવારના મોટાભાગના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેણે પોતાની તમામ પત્નીઓ સાથે પણ વાત કરી હતી.

(5:57 pm IST)