Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મધ્ય માલીમાં થયેલ હુમલામાં સંયુક્ત રાષ્ટ્રના બે સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી:મધ્ય માલીમાં મંગળવારના રોજ થયેલ સંયુક્ત રાષ્ટ્રના  એક બખ્તરબંધ  વાહન નજીક એક બારુદી સુરંગની ઝપેટમાં  આવવાથી  મિસ્ત્રના   બે  શાંતિરક્ષકોના  મૃત્યુ નિપજ્યા હોવાનું  માલુમ પડી રહ્યું છે. જયારે અન્ય પાંચ લોકો  ગંભીર  રીતે  ઈજાગ્રસ્ત થયા છે. પશ્ચિમી આફ્રિકી દેશ સંયુક્ત રાષ્ટ્ર મિશનને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું હોવાનું  જાણવામાં આવી રહ્યું છે.  વધુમાં મળતી  માહિતી મુજબ જાણવામાં આવી  રહ્યું છે કે આ પહેલા 6 મહિનામાં માલીમાં સંયુક્ત રાષ્ટ્રના 10 શાંતિ રક્ષકના  મૃત્યુ નિપજ્યા  હતા.

(5:37 pm IST)