Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

આફ્રિકન દેશ વેનેઝુએલા આવ્યું ફુગાવાની ચપેટમાં

નવી દિલ્હી: આફ્રિકન દેશ વેનેઝુએલા કદી કલ્પના કરી હોય તેવા ફૂગાવાની ચપેટમાં આવી ગયો છે અને અહીં એક સામાન્ય બ્રેડનું પેકેટ પણ લાખો રૂપિયામાં મળે છે. તે વચ્ચે હવે વેનેઝુએલાની સેન્ટ્રલ બેંકે તેની કરન્સીની કિંમતમાં મીંડા ઘટાડવાનો નિર્ણય લીધો છે એટલે કે 10 લાખનું ચલણ જેને વેનેઝુએલામાં બોલીવર તરીકે ઓળખવામાં આવે છે તે રૂા.1નું થઇ જશે એટલે કે ભારતમાં રૂા.10 લાખની ચલણી નોટ અમલમાં હોય તો સરકાર તેની કિંમત રૂા.1 કરી નાંખે તેવી સ્થિતિ વેનેઝુએલામાં બનશે. દેશમાં રૂા.10 લાખનું ચલણ સૌથી મોટુ છે અને પાંચ લીટરની પાણીની બોટલ ખરીદવા માટે 7.4 મિલિયન બોલીવર્સની જરૂર પડે છે. જેની ડોલર સામે કુલ કિંમત 1.84 થાય છે. જેમ ભારતમાં 1 ડોલર સામે 74 રૂપિયા છે તેવી રીતે વેનેઝુએલામાં 7.4 મિલિયન બોલીવર્સની કિંમત 1.84 ડોલર થાય છે.

(5:46 pm IST)