Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલ બૉમ્બ વિસ્ફોટમાં 6 લોકોના મૃત્યુની આશંકા

નવી દિલ્હી: તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક શિયા મસ્જિદ પાસે વાહનમાં મૂકવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં છ નાગરિકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. કાબુલ પોલીસ વડા માટે તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવક્તા ખાલિદ ઝદરાનના જણાવ્યા અનુસાર, આ હુમલો પશ્ચિમ કાબુલમાં સર-એ કારેઝ વિસ્તારમાં થયો હતો. માનવામાં આવે છે કે આ હુમલા દ્વારા અફઘાનિસ્તાનના લઘુમતી શિયાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ગયા ઓગસ્ટમાં તાલિબાને સત્તા પર કબજો કર્યો ત્યારથી ઇસ્લામિક સ્ટેટે દેશભરમાં મસ્જિદો અને લઘુમતીઓ પર હુમલામાં વધારો કર્યો છે. તે 2014 થી અફઘાનિસ્તાનમાં કાર્યરત છે. દેશના તાલિબાન શાસકો સામે આઇએસને સૌથી મોટા સુરક્ષા પડકાર તરીકે જોવામાં આવે છે. અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ, તાલિબાને દેશના પૂર્વમાં ISના હેડક્વાર્ટર સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે.

(5:02 pm IST)