Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

બોસ્ટનમાં માત્ર 250 સ્કવેર ફૂટમાં બનેલુ એક નાનુ ઘર 2 કરોડ 33 લાખ રૂપિયાથી વધુ કિંમતમાં વેચાયુ

મકાન માલિકને આ મકાનની આનાતી વધુ કિંમત લેવી હતીઃ તેઓ તેને 3 કરોડ 33 લાખ રૂપિયામાં વેચવા માંગતા હતા

ન્યુયોર્કઃ અમેરિકાના રાજ્ય મૈસાચુસેટ્સની રાજધાની અને તેના સૌથી મોટા શહેર બોસ્ટનમાં એક નાનુ ઘર 2 કરોડ 33 લાખ રૂપિયાથી વધુ કિંમતમાં વેચાઈ રહ્યું છે. જોકે, મકાન માલિક આ કિંમતથી ખુશ નથી. આ મકાન માત્ર 250 સ્કવેર ફૂટમાં બનેલુ છે. જેના માટે દરરોજ પહેલાં જાહેરાત આપવામાં આવી હતી.

આ મકાન ન્યૂટન હાઈલૈન્ડ્સમાં 0.06 એકર લોટ સ્થિત છે. જેને 1970માં બનાવવામાં આવ્યું હતું. કોલ્ડવેલ બેન્કરર માટે રિયલ સ્ટેટ પ્રોપર્ટી જોનારી સંસ્થા હૈન્સ બ્રિન્ગસ રિઝલ્ટસ એજન્સીએ જણાવ્યું કે સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં આ મકાનના વેચાણ માટે જાહેરાત આપવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું કે આ મકાનના વિષયમાં કહેવામાં આવ્યું હતુ કે તેનું નિર્માણ 1970માં કરવામાં આવ્યું હતુ. આ એક નાનો સ્ટુ઼ડિયો હોમ છે. જેમાં ઓપન લિવિંગ સ્પેસ છે. જેમાં સામાન રાખવા માટે લોફ્ટ બનાવવામાં આવ્યું છે અને બેસમેન્ટ પણ બનાવવામાં આવ્યું છે. આ મકાનનું હાલમાં રિનોવેશન પણ કરવામાં આવ્યું છે. જેમાં નાનુ બાથરૂમ અને વિજળી વ્યવસ્થાની મરામત કરવામાં આવી હતી. આ મકાનની આટલી મોટી કિંમત જરૂર ચોંકાવી દે છે, પરંતુ મકાન માલિકને આ મકાનની આનાતી વધુ કિંમત લેવી હતી. મકાન માલિક તેને 3 કરોડ 33 લાખ રૂપિયામાં વેચવા માંગતા હતા. તેમણે જણાવ્યું કે આ મકાન આટલી વધુ કિંમતે ના વેચાતા તેમણે તેની કિંમત ઘટાડી દીધી હતી. બીજી તરફ બેન્કે પણ આ નાના મકાન માટે કિંમતને વધુ બતાવી હતી.

મકાન માલિકે વિચારેલી રકમ પ્રાપ્ત ના થઈ

એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે મકાન ખરીદનારા શખ્સ પાસે પૂરતા પ્રમાણમાં પૈસા ન હતા. તેથી તેણે આ પ્રોપર્ટી બેંકમાંથી મળેલી લોન દ્વારા ખરીદવાની હતી. બેન્કે જ્યારે નાના મકાન માટે રકમ વધુ કહી તો મકાન માલિકે તેની કિંમત ઘટાડી દીધી હતી. તેમણે કહ્યું કે મકાન માલિકને આશા હતી કે આ મકાન ઓછામાં ઓછા ત્રણ કરોડ રૂપિયામાં વેચાઈ જશે. પરંતુ તેણે વિચારેલી રકમ ના મળી. બોસ્ટનમાં એવા ઘણાં મકાન છે, જે નાના હોવા છતાં વધુ કિંમતે વેચાઈ રહ્યાં છે. બ્રિન્ગ્સે જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં બોસ્ટનમાં ફેમસ સ્કિની હાઉસ નજીક લગભગ 9 કરોડ 27 લાખ રૂપિયાથી વધુ કિંમતે વેચાયા હતા. આ ઘરને બોસ્ટનનું સૌથી સાંકળુ ઘર કહેવામાં આવ્યું હતું. જે માત્ર 10.4 ફૂટ પહોળુ હતુ.

(12:08 pm IST)