Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2023

શિયાળામાં ઓછું પાણી પિતા લોકો ચેતી જજો:થઇ શકે છે ગંભીર બીમારી

નવી દિલ્હી: ઠંડી હવા અને કડકડતી ઠંડીના કારણે વૃદ્ધો અને બાળકોમાં ઘણા પ્રકારની શારીરિક સમસ્યા શરૂ થઈ જાય છે. ઠંડીની સીઝનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઠંડીમાં પાણી પીવાનું મન થતુ નથી. જેના કારણે બોડી પર ઘણા પ્રકારની સાઈડ ઇફેક્ટ થવા લાગે છે. સીઝન ભલે ગમે તે હોય પરંતુ તમારા શરીરને જેટલુ જોઈએ તેટલુ પાણી નહીં મળે તો શરીરમાં ઘણા પ્રકારની ગંભીર બીમારી પેદા થઈ શકે છે. શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ શરીર જ કરે છે. સાથે જ ગંદકી બહાર કાઢવાનું કામ પણ પાણી જ કરે છે. ઓછુ પાણી પીવાના કારણે શરીરને ઘણી બીમારીઓ પોતાનો શિકાર બનાવી શકે છે, તેની શરૂઆત ડિહાઈડ્રેશનથી થાય છે. આનો સ્પષ્ટ અર્થ શરીરમાં પાણીની ઉણપ છે. શરીરમાં પાણીની ઉણપના કારણે ઘણી મુશ્કેલી શરૂ થાય છે. જેની સીધી અસર પેટ પર પડે છે. જેમ કે કબજિયાતની ફરિયાદથી લઈને ગંભીર બીમારી સુધી. ભોજન યોગ્ય રીતે પચે તે માટે તમે ખૂબ પાણી પીવો તે જરૂરી છે. ઠંડીમાં તરસ ઓછી લાગે છે. જેના કારણે પાણી ઓછુ પીવાય છે. ઓછુ પાણી પીવાના કારણે કમજોરી થવા લાગે છે. શરીરમાં પાણીની ઉણપના કારણે બોડી કમજોર થવા લાગે છે. સાથે જ શરીરમાં બ્લડ અને ઓક્સિજનની ઉણપ પણ થવા લાગે છે. જેના કારણે થાક પણ અનુભવાય છે. પાણીની ઉણપના કારણે ત્વચા નિસ્તેજ થઈ જાય છે એટલે કે ડ્રાય થઈ જાય છે. તેથી દરરોજ 5-7 ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ. પાણીની ઉણપના કારણે કિડની પર ખરાબ અસર પડે છે. કિડનીને ભરપૂર પ્રમાણમાં પાણી જોઈએ, જ્યારે શરીરમાં પાણીની ઉણપ હશે તો કિડની પર વધુ જોર પડે છે. તેના કારણે યૂરિનરી ટ્રેક ઈન્ફેક્શન કે ટ્રેકમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.

 

(6:07 pm IST)