Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

છેલ્લા 24 કલાકમાં તુર્કેઇમાં પાંચમી વાર આવ્યા આંચકા:મ્રુતકઆંક વધીને 5હજારને પાર

નવી દિલ્હી: ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે તુર્કીમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  યુએસ જિયોલોજિકલ સર્વેની વેબસાઈટ અનુસાર, આજે પણ તુર્કેઈમાં ભૂકંપનો તીવ્ર ઝટકો અનુભવાયો હતો. તુર્કઈમાં થોડા થોડા સમયે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈકાલે ત્રણ તીવ્ર ભૂકંપ બાદ આજે સવારે પણ ભૂકંપનો આંચકા અનુભવાયો હતો. આ વચ્ચે તુર્કઈના પૂર્વ વિસ્તારમાં અત્યારે પાંચમી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધી લગભગ 5000 લોકોના મોત થયા છે. પાંચમી વખત આવેલા ભૂકંપની તીવ્રતા 5.4 અનુભવાયો હતો. ભૂકંપને કારણે તુર્કેઈ અને સીરિયા સહિત ચાર દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. આખા દિવસમાં ત્રણ વખત અહીં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. તુર્કેઈમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મળતા અહેવાલો મુજબ, તુર્કેઈ અને સીરિયામાં ઓછામાં ઓછા 4000 લોકોના મૃત્યુ થયા છે અને 15000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશના વાઇસ પ્રેસિડેન્ટના અહેવાલ મુજબ, 10 શહેરોમાં 1,700 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. તેમજ સીરિયામાં ઓછામાં ઓછા 783 લોકોના જીવ ગયા અને 639 ઘાયલ થયા છે. ઈઝરાયલ અને લેબનોનમાં પણ અનેક મોતની આશંકા સેવાઈ રહી છે.

(11:31 pm IST)