Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પાકિસ્તાનમાં કોરોનાનો રાફડો ફાટ્યો:15 હજારથી વધુ લોકોના મોત

નવી દિલ્હી:કોરોના મહામારીના કારણોસર દુનિયાના કોઈ પણ દેશમાં પરિસ્થિતિ સારી રહી નથી કોરોનાએ આખી દુનિયાને પોતાના કબ્જામાં કરી લીધા છે. ત્યારે બુધવારના રોજ પાકિસ્તાનમાં કોરોના વાયરસના કારણોસર 15 હજારથી પણ વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક મંત્રાલયે આપેલ માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 102 લોકોના મોતની સાથે મ્રુતકણક 15026 એ પહોંચી ગયો છે. આ કપરી પરિસ્થિતિમા અધિકારીઓએ માસ્ક ન પહેરનાર ડઝનો લોકોની ધરપકડ કરી છે તેમજ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે હોટલો અને દુકાનો પણ સીલ કરી દીધી છે. તેમજ અધિકારીઓએ શાળાઓ પણ ત્રણ અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

(6:05 pm IST)