Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

અંતરિક્ષમાં બેકાબુ બનેલ ચીનના રોકેટનો કાટમાળ ન્યુયોર્ક શહેર પર ખાબકી શકે તેવી શક્યતા

 

નવી દિલ્હી: અંતરિક્ષમાં બેકાબૂ બનીને હવે પૃથ્વી તરફ ધસી રહેલા ચીનના રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક શહેર પર ખાબકે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. ચીનના લોન્ગ માર્ચ ફાઈવ બી નામના રોકેટની પહેલી તસવીર ઈટાલીના વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.જેમાં રોકેટનો ચમકદાર હિસ્સો જોઈ શકાય છે.એવુ મનાઈ રહ્યુ છે કે, રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક શહેર પર પડી શકે છે.

આ રોકેટ તે સમયે ચર્ચામાં આવ્યુ હતુ જ્યારે ગયા સપ્તાહે પહેલી વખત તે પૃથ્વી પર ખાબકે તેવી આસંકા વ્યક્ત કરાઈ હતી.આ રોકેટનુ વજન 21 ટન જેટલુ છે.એ વાતની પણ શક્યતા છે કે, તેનો કાટમાળ રહેણાંક વિસ્તારમાં ખાબકે.રોકેટ ઝડપથી પૃથ્વી તરફ ધસી રહ્યુ છે.તસવીરથી ખબર પડી રહી છે કે તેમાંથી આગની જ્વાળાઓ પણ નીકળી રહી છે.હાલમાં તે પૃથ્વીથી 435 માઈલ ઉપર છે. દુનિયાભરની સ્પેશ એજન્સીઓ આ રોકેટને ટ્રેક કરી રહી છે.જેની પાછળનુ કારણ તે ધરતી પર પટકાય તે પહેલા તકેદારીના ભાગરુપે તૈયારીઓ કરવાનુ છે.અમેરિકાની સરકારે ચેતવણી આપી છે કે, શનિવારે એટલે કે 8 મેના રોજ તે પૃથ્વી પર ક્રેશ થઈ શકે છે.જે દરિયાન તેના કાટમાળનો વરસાદ થઈ શકે છે.

 

(6:25 pm IST)