Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

અફઘાનિસ્તાન : સુરક્ષાબળો સાથે લડાઈમાં 80તાલિબાની ઠાર

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં સુરક્ષાબળો અને તાલિબાનની વચ્ચે આખા દેશમાં સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 80 તાલિબાનીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ 60થી વધારે લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળોની મદદ માટે વાયુ સેનાનું ઓપરેશન પણ ચાલી રહ્યું હતું તાલિબાનને આકરો જવાબ આપવા માટે વાયુસેનાએ ગજની,લોંગર,જાબુલ,હેરાત,ફરાહ,હેલમંદ અને બધલનમાં હવાઈ હુમલો કર્યો હતો.

     રક્ષા મંત્રાલયે આપેલ માહિતી મુજબ તાલિબાની આતંકવાદીઓ દ્વારા 115 સ્થાનો પર બારુદી સુરંગ છોડવામાં આવી હતી જેને નિષ્ક્રિય કરી દેવાઈ હતી અને ભારે માત્રા હથિયારો સહીત બારૂદ પણ જપ્ત કરવામાં આવ્યા છે. અફઘાન સુરક્ષાબળોએ બધલનમાં પણ આતંકવાદીઓને જબરદસ્ત નુકશાન પહોચાડ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:33 pm IST)