Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સાઉદી આરબ સ્થિત મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થળ મક્કાના કાળા પથ્થરની ફોટો સામે આવી હોવાની માહિતી

નવી દિલ્હી: સાઉદી આરબ સ્થિત મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થળ મક્કાના કાળા પથ્થરની તસવીર સામે આવી છે. આ પણ પહેલી વખત થયું કે સાઉદી પ્રશાસને આ તસવીર જાહેર કરી છે. અરબીમાં આ કાળ પથ્થરને અલ-હઝર-અલ-અસ્વાદ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે, સિયાહ કે કાળો પથ્થર. આ ફોટોગ્રાફ્સને ખાસ કેમેરાથી કેદ કરવામાં આવ્યો છે. ૪૯ હજાર મેગાપિક્સલની આ તસવીરને ડેવલપ કરવામાં લગભગ ૫૦ કલાક જેટલો સમય લાગ્યો છે.

મસ્જિદ પ્રશાસને તેના માટે પોતાની એન્જિનિયરિંગ એજન્સીની મદદ લીધી છે. આ દરમિયાન ૧૦૫૦ ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવ્યા. જેમાં કુલ ૭ કલાક લાગ્યા. જે માટે ફોકસ સ્ટાકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. તેના અલગ-અલગ એન્ગલથી લેવામાં આવેલા ફોટોગ્રાફ્સને કમ્બાઈન કરવામાં આવે છે અને બાદમાં એક શાર્પ અને હાઈક્વોલિટી ફોટોગ્રાફ તૈયાર કરવામાં આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઈસ્લામિક સ્ટડીઝના રિસર્ચર અફિતિ અલ-અકિતિ મુજબ આ પથ્થર હકિકતમાં કાળો નથી, જેવો હું સમજતો રહ્યો છું. આ પહેલી વખત છે કે આ પથ્થરનો ફોટો મેગ્નીફાઈ કરીને લેવામાં આવ્યો છે. જેને હવે અત્યંત બારિકાઈથી અને વ્યક્તિગત રીતે જાેઈ શકાય છે.

(6:31 pm IST)