Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

એક સાથે જન્‍મેલ નવ ભાઈ-બહેનોએ તેમનો પહેલો બર્થ-ડે ઊજવ્‍યો

માલી, તા.૭: માલીમાં રહેતાં કાદર અર્બી અને તેમની પત્‍ની હેલિમા સિસ્‍સેએ ગયા વર્ષે વર્લ્‍ડ રેકોર્ડ કર્યો હતો. હેલિમાએ એકસાથે ૯ બાળકોને જન્‍મ આપ્‍યો હતો. આ ૯ બાળકોમાંથી એક પણ જીવી શકે એની ૫૦ ટકા કરતાં ઓછી શક્‍યતા હતી. તેમને પાંચ મહિના તો વેન્‍ટિલેટર પર રાખવામાં આવ્‍યાં હતાં. જોકે આ ચોથી મેએ આ ૯ બાળકોએ તેમનો પહેલો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.
આ સેલિબ્રેશનમાં છોકરાઓ ઓમર, એલહદજી, બેહ અને મોહમ્‍મદ બેબી ટક્‍સેડોમા હતા. જયારે છોકરીઓ અદમા, ઓઉમાઉ, હાવા, કદીદિયા અને ફતૌમા બેબી ડ્રેસમાં જોવા મળી હતી. કાદરે કહ્યું કે આ તમામ બાળકોને એકસાથે સુવડાવવા એ સૌથી મોટો પડકાર છે. તેમનું ફેવરિટ કાર્ટૂન બેબી શાર્ક છે.
હેલિમાએ જોકે નાદિયા સુલેમાનનો રેકોર્ડ તોડ્‍યો હતો, જેણે ૨૦૦૯માં એકસાથે ૮ બાળકોને જન્‍મ આપ્‍યો હતો.

 

(11:57 am IST)