Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રશિયાની અત્યંત લકઝરી યાચ ઇટાલીની સરકારે જપ્ત કરી લીધી હોવાની માહિતી

નવી દિલ્હી: યુક્રેન પર ચડાઇ કરીને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનની અંગત મુશ્કેલી પણ વધી છે. અને તેઓની એક અત્યંત લકઝરી ગણાતી યાચ કે જે યુરોપના એક વૈભવી બંદર પાસે પાર્ક થઇ હતી તે ઇટાલીની સરકારે જપ્ત કરી લીધી છે. આ યાચ 700 મીલીયન ડોલરની માનવામાં આવે છે. અને તે ઇટાલીના મરીના પોર્ટ પર રિનોવેશન માટે આવી હતી.
અને તે ઇટાલીની સરકારે જપ્ત કરી લીધી છે. આ યાચ પર બે હેલિકોપ્ટર લેન્ડીંગ પેડ પણ આવેલા છે. યાચમાં 12 મહેમાનો માટે વૈભવી કેબીન છે અને 40 ક્રૂ મેમ્બર તેમાં સંચાલન માટે રોકાયેલા હોય છે.

 

(6:07 pm IST)