Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મેક્સિકોમાં આવેલ એક વિચિત્ર ગામમાં દરેક વ્યક્તિ છે દિવ્યાંગ

નવી દિલ્હી: અત્યાર સુધી તમે દુનિયામાં કેટલીય રહસ્યમયી વસ્તુઓ વિશે સાંભળ્યું હશે. એમાં કેટલીક એવી માહિતી તમને હેરાન કરી દેનારી હશે તો કેટલીક એવી વસ્તુઓ હશે જેને સાંભળીને તમે પોતે વિચારમાં પડી જશો. દુનિયામાં કેટલાય એવા રહસ્યમયી ગામ છે જેના બાબતમાં માહિતી સાંભળતો તો તમે પોતે વિશ્વાસ પણ નહીં કરી શકો. મેક્સિસોનું એક વિચિત્ર ગામ છે જેમાં દરેક કોઈ દિવ્યાંગ છે.મેક્સિકો સ્થિત ટિલ્ટેપક ગામને અંધ લોકોનું ગામ કહેવાય છે. અહીં રહેનારા માણસો સાથે જ દરેક પશુ પણ આંધળા છે. આ જાણીને તમે હેરાન થઈ શકો છો પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. એની પાછળ કોઈ મોટું રહસ્ય બતાવાઈ રહ્યું છે. આ ગામના દરેક વ્યક્તિ અંધ હોવા પાછળ વધારે ને વધારે માહિતી મેળવવા ઈચ્છે છે.

      રિપોર્ટ મુજબ ગામમાં જેકપોટ જનજાતિના લોકો રહે છે. આ એક રહસ્ય પણ છે કે ટિલ્ટેપક ગામ છે જેમાં કોઈ બાળખનો જન્મ થાય છે ત્યારે તે બિલકુલ ઠીક હોય છે. પરંતુ જન્મના કેટલાક દિવસો પછી તેની આંખોની રોશની ચાલી જાય છે. અને તે બધાની જેમ અંધ બની જાયછે. ગામમાં રહેનારા લોકો પોતાના અંધાપાનું કારણ એક વૃક્ષને માને છે. ગામના લોકોનું માનવું છે કે લાવજુએલા નામની એક શાપિત ઝાડને જોયા પછીથી અહીં માણસોથી લઈને પશુ પક્ષીઓ સુદ્ધાં તમામ આંધળા થઈ જાય છે. હાલમાં વૈજ્ઞાનિકો આ તર્કને માનતા નથી. તેમનું કહેવું છે કે લોકોના અંધાપા પાછળનું કોઈ વૃક્ષ નહીં પંતુ એક ખતરનાક અને ઝેરી માંખી છે. જેના કારણે આવું થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અહીં એક ખાસ પ્રકારની ઝેરીલી માખી છે જેના કરડવાથી લોકોની આંખની રોશની ચાલી જાય છે. ગામના તમામ લોકો ઝૂંપડીઓમાં રહે છે. અહીં ગામમાં લગભગ 760 જેટલા ઝૂંપડાઓ છે. જેમાં લગભગ 300 જેટલા લોકો રહે છે. આ તમામ આંધળા છે. ખાસ વાત એ છે કે આ તમામ ઝૂંપડીઓમાં બારી શુદ્ધાં નથી. જો કે માનવામાં આવી હ્યું છે કે કેટલાક લોકોની આંખની રોશની સારી થશે. અને તેના કારણે બાકીના લોકો અહીં સર્વાઈવ કરી શકે છે.

 

(6:02 pm IST)