Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

બુર્કિના ફાસોમાં થયેલ હુમલામાં 134 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: બુર્કિના ફાસો સરકારનું કહેવું છે કે દેશના ઉત્તર વિસ્તારમાં વસેલા યાઘા પ્રાંતના એક ગામમાં થયેલા હુમલામાં 160 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં સાત બાળકો પણ સામેલ છે. રાત્રે બંદૂકધારીઓએ યાઘા પ્રાંતના સાહેલ વિસ્તારના સોલાન નામના ગામ પર હુમલો કર્યો. આ દરમિયાન તેમણે ઘરો અને સ્થાનિક બજારોમાં આગચંપી કરી દીધી હતી. હજુ સુધી કોઈ પણ ચરમપંથી સમૂહે આ હુમલાની જવાબદારી નથી લીધી, પરંતુ હાલનાં વર્ષોમાં દેશના સીમાડે આવેલા વિસ્તારોમાં, ખાસ કરીને નાઇજર અને માલી સાથે જોડાયેલા વિસ્તારોમાં ઇસ્લામી ચરમપંથી સમૂહના હુમલાનું પ્રમાણ વધ્યું છે. તેમણે કહ્યું કે, "હું કડક શબ્દોમાં આ જઘન્ય હુમલાની નિંદા કરું છું. આંતરરાષ્ટ્રીય સમુદાયે હિંસક ચરમપંથ અને તેનાં કારણે થઈ રહેલાં મૃત્યુ સામે ઝઝૂમવા માટે પોતાના સભ્ય દેશોને અપાતી મદદ બમણી કરી દે."

(6:04 pm IST)