Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લોસ એન્જેલસ ધગધગે છેઃ રેકર્ડ બ્રેક ૪૯ ડિગ્રી તાપમાન

ડેથ વેલીમાં ૫૪II ડિગ્રી સેન્ટીગ્રેડ અમેરીકાના રાજયોમાં મહા ભયાનક ગરમી પડી રહી છે. લોસ એન્જેલસ ખાતે ૪૯ ડીગ્રી ગરમી નોંધાયેલ છે. મળતી વિગતો મુજબ કેલીફોર્નીયામાં લેબર ડે-વીક એન્ડમાં તાપમાન અને આગના બનાવો નવા રેકર્ડ સર્જી રહયા છે. અમેરીકાની નેશનલ વેધર સર્વીસે બહાર નહીવત નિકળવા અને સતત પ્રવાહી લેવા સલાહ આપી છે. શનિ-રવિવારે સમગ્ર વિસ્તારમાં નોર્મલથી ૨૦ થી ૩૦ ડીગ્રી ઉ.માન વધુ રહયું હતુ. આજથી નોર્ર્મલથી ૧૦ થી ૨૦  ટકા વધુ ઉ.માન રહેશે. પણ ગરમી હજુયે ભારે માત્રામાં રહેશે અને બહાર નિકળવુ જોખમ કારકમાં લોસ એન્જેલસમાં શનિવારે ૪૨.૨ અને રવિવારે ૪૮-૪૯ ડીગ્રીએ ઉ.માન પહોંચેલ. એરીઝોન નેવાડા માટે પણ હીટવેવની ચેતવણી આપી છે. ડેથ વેલીમાં ૧૩૦ ડિગ્રી ફેરન એટલે  કે ૫૪.૪૪ ડિગ્રી સેલ્સીયસ સુધી ઉ.માન વહયુ ગયું હતુ.

(11:32 am IST)