Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ચીનમાં બની અજુગતી ઘટના:રોલર કોસ્ટર અધવચ્ચે અટકી જતા લોકો ઊંધે માથે લટકાયા

નવી દિલ્હી: વુશીમાં આવેલા સુનાક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રોલર કોસ્ટરની મજા માણવા ગયેલા વીસ લોકો રોલર કોસ્ટર અધવચ અટકી પડતાં ઊંધે માથે લટકી ગયા હતા. એક કલાક સુધી તેમણે આ રીતે લટકતા રહેવું પડ્યું હતું. એક કલાક પછી આ બધાંને સુરક્ષિત રીતે ઊતારવામાં આવ્યા હતા.

           એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોએ લોકોની માફી માગી હતી. સુનાક પાર્કમાં બનેલી આ ઘટના નવી નથી. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ આ પહેલાં 2019માં પણ આવી ઘટના બની હતી. રોલર કોસ્ટર આખું ભરેલું હતું અને અચાનક હવામાં અટકી ગયું હતું. આ રોલર કોસ્ટરના ચાલકનો એવો દાવો હતો કે રોલર કોસ્ટરના માર્ગમાં કોઇ પક્ષી ઊડતું આવી ચડે તો રોલર કોસ્ટરના સેન્સર તરત એને અટકાવી દે છે જેથી કોઇ દુર્ઘટના ન બને.

(5:58 pm IST)
  • રઘુરામ રાજને મોદી સરકારને ચેતવીઃ અર્થતંત્ર વધુ ખરાબ થશેઃ જીડીપીના આંકડા બરબાદી માટે ખતરાની ઘંટડીઃ તત્કાલ સ્થિતિ કાબુમાં લેવી જરૂરીઃ સરકારની નિતિ આત્મઘાતી છે access_time 3:56 pm IST

  • ૨૬.૮૧ લાખ કરોડની નોટો ચલણમાં ફરે છેઃ દેશમાં ૩૦ ઓગષ્ટે ૨૬.૮૧ લાખ કરોડ રૂપિયાની કરન્સી નોટો બજારમાં સર્કયુલેશનમાં હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. access_time 3:04 pm IST

  • આઇટી ફર્મ હેપિએસ્ટ માઇન્ડસ ટેકનોલોજીના IPOને પ્રચંડ પ્રતિસાદ : થોડા જ કલાકોમાં ભરાઇ ગયો : આઇટી ફર્મ હેપિએસ્ટ માઇન્ડસ ટેકનો.ના IPO માટે ઇન્વેસ્ટરો ઉમટી પડયાઃ જોરદાર રીસ્પોન્સઃ થોડા જ કલાકોમાં ઇસ્યુ ભરાઇ ગયોઃ પ્રાઇસ બેન્ડ ૧૬પ-૧૬૬ છેઃ ૯૦ શેર માટે અરજીઃ ૧૪૮પ૦ રોકવા પડે access_time 3:56 pm IST