Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ટેક્સાસમાં હેન્ડ સેનિટાઇઝ કરી મીણબત્તી વાપરવી આ મહિલાને ભારે પડી

નવી દિલ્હી: કોરોના કાળમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર એ લોકોની જીંદગીનો એક ભાગ બની ગયો છે. લગભગ દરેક વ્યક્તિ હાલ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર વગેરે જેવી ચીજો વાપરે છે. પરંતુ હેન્ડ સેનિટાઈઝર સાથે જોડાયેલી આ ઘટના અંગે જાણ્યા પછી આપ તેને વાપરવામાં સાવધાની રાખશો તે નક્કી છે. આ ઘટના છે અમેરિકાના ટેક્સાસની, જ્યાં એક મહિલા હેન્ડ સેનિટાઈઝરના કારણે આઈસીયુના બેડ પર પહોંચી ગઈ છે અને સ્વસ્થ થવાની રાહ જોઈ રહી છે. કથિત રીતે મહિલા એક મીણબત્તી સળગાવવાના પ્રયત્ન કરી રહી હતી અને હેન્ડ સેનિટાઈઝરના કારણે તેમાં બ્લાસ્ટ થઈ ગયો અને આગની ઝપેટે તે આવી ગઈ હતી.

              રાઉંડ રોકમાં રહેતી કેટ વાઈસએ કહ્યું કે રવિવારે તેમણે હેન્ડ સેનિટાઈઝર લગાવ્યું, જેને તે ખુદને અને પોતાની ત્રણ દીકરીઓને કોરોના વાયરસના સંક્રમણને દૂર રાખવા માટે વાપરતી હતી. આ દરમિયાન જ્યારે એક મીણબત્તી સળગાવવાનો પ્રયત્ન કર્યો તો આગ તેના હાથમાં લાગી ગઈ હતી.

(6:00 pm IST)
  • અધમતાની ચરમસીમા જેવી ઘટના : કેરળમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કોરોનાના દર્દી સાથે દુષ્કર્મ આચાર્યુ access_time 2:43 pm IST

  • ૫૪ કેદીને સામટો કોરોના : ઉ.પ્ર.ના બાંદાની જેલમાં એક સાથે ૫૪ કેદીઓને કોરોના પોઝિટિવ આવેલ છે. એક કેદીનું ગઇકાલે મોત થયું હોવાનું જેલર આર.કે.સિંહે જણાવ્યું છે. : ૩ બેરેકમાં ૯૬ને ચેક કરવામાં આવેલ. અત્યાર સુધીમાં જેલમાં ૮૯ સંક્રમિત થયા છે. જેમાં ૫ મહિલા, ૬ સ્ટાફ, ૧ ડોકટર છે. access_time 3:04 pm IST

  • દુબઈથી માતોશ્રીમા આવ્યા ધમકી ભર્યા ફોન : માતોશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી : માતોશ્રીની સુરક્ષા વધારાઈ : દાઉદ ગેંગ દ્રારા ફોન કરાયાની આશંકા : પોલીસ સતર્ક બની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હાલ ઘરેથી કામ કરી રહ્યા છે. access_time 5:44 pm IST