Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અજાણ્યા શ્વાન ઉપર ભરોસો કરવો ખતરનાક ! ઉંઘતી યુવતીને ચાવી ગયો

બર્મિંઘમઃ બ્રિટનમાં  રહેનારી ૨૫ વર્ષીય એક યુવતીની નજર જયારે ઘરની નજીક રસ્તા ઉપર ફરનારા નબળા કૂતરા ઉપર પડી તો તે તેને પોતાના ઘરે લઈ ગઈ હતી. પરંતુ યુવતીને શું ખબર કે તે પોતાના મોતને ઘરે લઈ જઈ રહી છે. આ મામલો બર્મિંઘમનો છે. અહીં ૨૫ વર્ષીય કિએરા લાડલોને તેના પાળતું કૂતરો જીવતી ખાઈ ગયો હતો. કિએરા થોડા દિવસ પહેલા જ કૂતરાને રસ્તા ઉપરથી ઉઠાવીને પોતાના ઘરે લઈ ગયા હતા. કૂતરાએ યુવતીને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. ધ સનમાં આવેલા સમાચાર પ્રમાણે કિએરાની રિલેટિવે ઘટનાની આખી માહિતી પોતાના ફેસબુક પેજ ઉપર શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે કિએરાની પાસે પહેલા એક પિટ બુલ હતો. પરંતુ તેનું કેન્સરના કારણે મોત થયું હતું.

કિએરા પોતાના પિટબુલને ખૂબ જ મિશ કરતી હતી. જેના કારણે જયારે તેની નજર રસ્તા ઉપર લાવારિસ ફરી રહેલા પિટબૂલ ઉપર પડી તો તેને પોતાના ઘરે લઈ ગઈ હતી. આ દરમિયાન કિએરાને અંદાજ પણ ન હતો કે તે પોતાના મોતને ઘરે લઈ જઈ રહી છે. ઘટનાની આગલી રાત્રે કિએરાના પડોશીઓને બૂમો સંભળાઈ હતી. તેના ઘરમાંથી બધા લોકો બહાર ગયા હતા. કિએરા ઘરમાં એકલી હતી. જયારે બૂમો સંભળાઈ તો લોકોને લાગ્યું કે ઘરમાં કોઈ ચોર ઘૂસી ગયો છે. પરંતુ ઘરમાં ગયા બાદ દર્દનાક નજારો જોયો હતો.

જે કૂતરાને બચાવીને કિએરા પોતાના ઘરમાં લાવી હતી. તેણે જ કિએરાને જીવતી ચાવી ગયો હતો. આવાર પિટબુલે કિએરાના હાથ ચાવીને ચહેરા ઉપર હુમલો કર્યો હતો. કિએરા જયારે ઉંઘમાં હતી ત્યારે કૂતરાએ હુમલો કર્યો હતો.

કિએરાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ તેને બચાવી ન શકાઈ. આ ઘટનાથી આસપાસના બધા લોકો હેરાન થઈ ગયા હતા. કિએરા પોતાના પડોશીઓ વચ્ચે હસમુખા નેચરના કારણે જાણીતી હતી. કોઈને વિશ્વાસ જ ન હતો કે ભલાઈના ચક્કરમાં તેનું મોત થઈ ગયું હતું.

(10:20 am IST)