Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઓએમજી......ઊંઘમાં આ શખ્સ ગળી ગયો એરપોડ્સ:રિપોર્ટમાં પડી ખબર

નવી દિલ્હી: એક શખ્સ એપલ એરપોડ્સ સૂવાના સમયે ગળી જવાનો એક કિસ્સો સામે આવ્યો છે. વિચિત્ર ઘટના મેસાચુસેટ્સ શહેરમાં બની છે. અહીં રહેતા એક વ્યક્તિએ ઉંઘમાં એરપોડ્સ ગળી ગયો. જ્યારે સવારે વ્યક્તિને છાતીમાં દુખાવો થયો હતો, ત્યારે તે મામલો સમજી ગયો. હવે ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

             રિપોર્ટ અનુસાર 38 વર્ષીય બ્રેડ ગોથિયરે દરરોજ સૂતી વખતે એરપોડનો ઉપયોગ કરતો હતો. જ્યારે તે સવારે જાગી ગયો,તો તેનો એક એરપોડ ગાયબ હતો, શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તે પાણી પણ પી શકતો હતો. તેની પત્ની અને પુત્રને સમજાયું કે એરપોડ્સ ગળી જવાને કારણે થયું છે. તેથી તે તરત ડૉક્ટર પાસે ગયો. ગોથિયરનો જોઇને ડૉકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડૉકટરોએ કહ્યું કે એપલ એરપોડ તેની અન્નનળીમાં ફસાઈ ગયો છે. તેમણે એરપોડને બહાર કાઢવા માટે ઇમરજન્સી એન્ડોસ્કોપી કરાવી. ગોથીયર કહે છે કે તે બચી શક્યો છે તે ભાગ્યશાળી છે અને હવે તે જોખમની બહાર છે. તેણે વાયરલેસ હેડફોનનો ઉપયોગ કરતી વખતે બાકીના લોકોને પણ સાવધ રહેવાની સલાહ આપી છે.

(5:17 pm IST)