Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગોલ્ફ રમવાથી વૃદ્ધોને થાય છે આ ફાયદો

નવી દિલ્હી: સામાન્યપણે માનવામાં આવે છે કે વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે ફરવું અને એરોબિક્સ ફાયદાકારક સાબિત થાય છે. તે હૃદયથી જોડાયેલી બીમારી (કાર્ડિયોવાસ્ક્યુલર)ને ઘટાડવામાં મદદરૂપ થાય છે. પરંતુ તાજેતરમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર વૃદ્ધોને ફરવા તેમજ એરોબિક્સની તુલનાએ ગોલ્ફ રમવાથી વધુ ફાયદો થાય છે. BMG ઓપન સ્પોર્ટ એન્ડ એક્સરસાઇઝ મેડિસિનના રિસર્ચમાં વૃદ્ધો પર એરોબિક વ્યાયામની અસરનું આકલન કરાયું હતું. આ રિસર્ચમાં ગોલ્ફ રમવું, ફરવું તેમજ પોલના સહારે ચાલવું એટલે કે નોર્ડિક વોકિંગ કરવું, વૃદ્ધો માટે આ તમામ વ્યાયામ ફાયદાકારક છે. ફિનલેન્ડના સંશોધકોએ તીવ્રતા, અવધિ તેમજ કેલરી બર્નના સંદર્ભે આ ત્રણ અલગ અલગ પ્રકારના એરોબિક અભ્યાસોના પ્રભાવની તુલના કરી હતી. 65થી વધુ ઉંમર ધરાવતા ખેલાડીઓ પર આ રિસર્ચ કરાયું હતું. તેઓએ આ ત્રણ અભ્યાસોની અસર આ ખેલાડીઓ પર જોઇ હતી.

 

(7:08 pm IST)