Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

તુર્કી-સીરિયામાં તબાહી વચ્ચે ફિલીસ્તીનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ફિલિસ્તીનમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ફિલિસ્તીનમાં આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે તુર્કી-સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી છે. સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં બંને દેશોમાં 8000 લોકોના મોત થયા છે અને બંને દેશોમાં ભૂકંપથી 6000થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. ફિલિસ્તીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલિસ્તીનમાં ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિમી ઉત્તરમાં 10 કિમી ઊંડે હતું. ભૂકંપના આંચકા બાદ લોકો ડરના માર્યા રસ્તાઓ પર આવી ગયા હતા. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 34,810 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ વિદ્રોહીઓના નિયંત્રણ વાળા સીરિયામાં 1,220 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સીરિયામાં સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં 812 લોકોના મોત થયા છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી લગભગ 6000 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. જ્યારે સીરિયામાં 400 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી જ્યારે 1220થી વધુ ઈમારતોને નુકસાન થયું છે.

(7:09 pm IST)