Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

દુનિયાના સૌથી મોટા નખ ધરાવતી હિલાએ ૨૮ વર્ષ પછી કપાવ્યા નખ

નવી દિલ્હી તા. ૮ : સામાન્ય રીતે આપણે અઠવાડિયે એકવાર આપણા નખ કાપીએ અથવા શેપ કરતા હોઇએ છીએ. પણ એક અમેરિકન મહિલાએ હાલમાં પુરા ૨૮ વર્ષ પછી પોતાના નખ કાપ્યા છે. અમેરિકાના ટેક્ષાસ રાજ્યની અયાના વિલીયમ લાંબા નખ માટે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચૂકી છે પણ હવે તેણે પોતાને આટલી પ્રસિધ્ધી અપાવનાર નખોને કાપવાનો નિર્ણય કર્યો હતો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો પણ શેર કરાયો છે.

આ પહેલા છેલ્લે જ્યારે અયાનાના નખની લંબાઇ માપવામાં આવી હતી ત્યારે ૭૩૩.૫૫ સેન્ટીમીટર થઇ હતી. અયાનાએ ટેક્ષાસના ડોકટર અલીસન પાસે એક રોટરી ટુલની મદદથી નખ કપાવ્યા હતા. ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે અલાનાના કપાતા નખનો વીડીયો પણ યુ-ટયૂબ પર શેર કર્યો છે. વિડીયોમાં મશીન દ્વારા જે રીતે તેના નખ કપાઇ રહ્યા છે તે જોઇને દરેક વ્યકિત આશ્ચર્યમાં પડી જાય છે. તો કેટલાક લોકો તો એ વિચારીને મુંબઇ જાય છે કે આટલા લાંબા નખ સાથે અલાના આટલા વર્ષો સુધી પોતાના દૈનિક કાર્યો કેવી રીતે કરતી હતી.

(3:35 pm IST)