Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કોરોના વેક્સીન પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવાની આફ્રિકાના સેક્સ વર્કર્સની માંગ

નવી દિલ્હી: કોરોનાની નવી લહેરને પગલે સમગ્ર વિશ્વમાં વેક્સિનેશનની કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે આફ્રિકાની સેક્સ વર્કર્સે ધરણા પ્રદર્શન શરૂ કરી દીધું છે. તેઓ સેક્સ વર્કર્સને પણ કોરોના વાયરસ વેક્સિનેશન પ્રક્રિયામાં પ્રાથમિકતા અપાવવાની માંગણી કરી રહ્યા છે. હકીકતે અનેક દેશોઓ કોરોનાની રસી આપવા મામલે પ્રાથમિકતા નક્કી કરી રાખી છે અને તેના આધાર પર વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. બ્રાઝિલની દક્ષિણ પૂર્વમાં આવેલા બેલો હોરિજોંટે શહેરની સેક્સ વર્કર્સ પણ એક સપ્તાહથી ધરણા પ્રદર્શન પર બેઠેલી છે. તેઓ તેમને વેક્સિનની પ્રાથમિકતાની યાદીમાં સામેલ કરવામાં આવે અને વેક્સિન આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ તેઓ જે બેલો હોરિજોંટે શહેરમાં પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં કોરોના મહામારીના અનુસંધાને હોટેલ બંધ કરી દેવામાં આવી છે અને તેમને ભાડેથી રૂમ લેવા પડે છે. મિનાસ ગૈરેસ રાજ્ય સંઘની અધ્યક્ષ સીડા વિએરાએ તેઓ ફ્રન્ટલાઈનમાં ઉભા છે અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે તેમ કહ્યું હતું.

(5:29 pm IST)