Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

આયર્લેન્ડના કાઉન્ટીમથ પર આવેલ ન્યુગ્રેંજ સ્મારક એક છે સૌથી અલગ

નવી દિલ્હી: દુનિયાના નક્શામાં આ સ્મારક આયરલેન્ડના કાઉન્ટીમથ (County Meath) પર આવેલુ છે. આ સ્મારકનું નામ છે ન્યુગ્રેંજ(Newgrange). ન્યુગ્રેંજનું એક ઐતિહાસિક સ્મારક છે જે ખૂબ જ અસાધારણ રીતે બનાવવામાં આવેલો એક મકબરો છે.

ન્યુગ્રેંજ સ્મારક બોયેન નદીની ઉત્તરમાં આવેલા દ્રોગેડાથી આઠ કિલોમીટરના અંતરે પશ્ચિમમાં બનાવવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ 3200 ઈ.સા પૂર્વની આસપાસ નૌપાષાણનાં શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલો આ મકબરો ભવ્ય અને અસાધારણ સ્મારક છે. જે દુનિયાભરમાં મશહુર મિસ્ત્રના પિરામીડથી પણ ઘણો જૂનો છે.

ન્યુગ્રેંજ સ્મારક દેખાવમાં એક વિશાળ ગોળાકાર ટેકરા જેવુ છે. તેમાં આવવા જવા માટેનો એક રસ્તો અને ઘણા બધા કક્ષ છે. ન્યૂગ્રીંજની શોધ ઘણા સમયે પહેલા થઈ હતી. પરંતુ 1962થી લઈને 1975 સુધી અહીં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. અને આ સ્મારક વિશે વધુને વધુ જાણવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા. આ સ્મારકના એક કક્ષમાં 19 મીટર લાંબો એક રસ્તો છે. જે માત્ર શિયાળાના સમયમાં સૂર્યોદય થાય ત્યારે જ રોશન થતો હતો.

(5:30 pm IST)