Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ચીન પાકિસ્તાન સાથે મળીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ટીવી ચેનલ શરૂ કરવા જઈ રહ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનમાં તો મીડિયાને સરકારની ટીકા કરવાનો અધિકાર નથી અને પાકિસ્તાનમાં પણ છાશવારે મીડિયા પર પાક સરકાર કે સેનાનુ દબાણ રહેતુ હોય છે. વિચિત્રતા છે કે, હવે ચીન અને પાકિસ્તાન ભેગા મળીને આંતરરાષ્ટ્રિય સ્તરે એક ટીવી ચેનલ શરૂ કરવા માટે અને એક મીડિયા હાઉસ લોન્ચ કરવા માટે વિચારણા કરી રહ્યા છે.જેની પાછળનો હેતુ પશ્ચિમી મીડિયા ચેનલો સામે એક નવો વિકલ્પ ઉભો કરવાનો છે. માટે પાકિસ્તાન અને ચીનની સરકાર ફંડિંગ કરશે. પાકિસ્તાન અને ચીન કતારની અલ જજિરા જેવી તેમજ રશિયાની આરટી નેટવર્ક જેવી એક ચેનલને લોન્ચ કરવા માટે વિચારણા કરી રહ્યા છે. જેમાં આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત પત્રકારોને સામેલ કરવા માટેની યોજના છે. ભારતની સુરક્ષા એજન્સીઓને યોજનાને લગતા કેટલાક દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે.

બંને દેશોને લાગે છે કે, અલ જજિરા અને આરટી નેટવર્ક જેવા એક મીડિયા હાઉસની જરૂર છે. જેથી બંને દેશ પોતાની વિચાર સરણીને આગળ વધારી શકે. પ્રકારનુ મીડિયા હાઉસ પાકિસ્તાનમાં સ્થાપિત કરી શકાય તેમ છે અને ચીન તેને જરૂરી નાણાકીય સહાય કરશે.

(4:47 pm IST)