Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ઓએમજી.....બાંગ્લાદેશની હાલત થઇ પાકિસ્તાન જેવી:અનેક પાવર પ્લાન્ટ થયા બંધ

નવી દિલ્હી: બાંગ્લાદેશ પર ઈલેક્ટ્રિસિટી પૂરી પાડવા બદલનુ દેવુ જ વધીને અઢી અબજ ડોલર થઈ ગયુ છે .બાંગ્લાદેશની સરકાર આ પૈસા ચુકવવા માટે ઝઝૂમી રહી છે અને તેના કારણે બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ ઠપ થવાનુ અને વીજ સંકટ સર્જાવાનુ જોખમ છે.ઈલેક્ટ્રિસિટી સપ્લાય કરતી કંપનીઓ સતત સરકાર પાસે બાકી રકમનુ ઉઘરાણુ કરીને પાવર સપ્લાય બંધ કરવાની ધમકી આપી રહી છે. બાંગ્લાદેશનો પાયરા પાવર પ્લાન્ટ બંધ પણ થઈ ગયો છે. બાંગ્લાદેશના ઉર્જા ક્ષેત્રના સલાહકારનુ કહેવુ છે કે, સરકાર વીજળી નથી વીજળી ખરીદી શકતી કે નથી પાવર પ્લાન્ટ માટેનુ પેમેન્ટ કરી શકતી. વીજ સંકટે દેશની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ઠપ  કરી દીધી છે.સરકાર આ સંકટને ગંભીરતાથી લઈ રહી નથી. લેટેસ્ટ જાણકારી પ્રમાણે બાંગ્લાદેશમાં 154 પાવર પ્લાન્ટ પૈકી 64 પ્લાન્ટ અલગ અલગ કારણોથી અને ખાસ કરીને ફ્યુલની અછતના કારણે આંશિક રીતે અથવા સંપૂર્ણપણે બંધ હતા. માત્ર 21 જ પાવર પ્લાન્ટ મંગળવારે પોતાની પૂરી ક્ષમતાથી ચાલ્યા હતા. પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશનુ વિદેશી હુંડિયામણ પણ ઓછુ થઈ રહ્યુ છે. માર્ચ મહિનાના અંત સુધીમાં દેશનો વિદેશી હુંડિયામણનો ભંડાર 31.14   અબજ ડોલર પર પહોંચી ગયો હતો.જે 2016 ડિસેમ્બર પછી સૌથી નીચેના સ્તરે છે.સરકારે   વિદેશમાં રહેતા બાંગ્લાદેશીઓને મોટા પાયે દેશમાં પૈસા મોકલવા માટે પણ અપીલ કરી હતી. જોકે પાકિસ્તાન કરતા બાંગ્લાદેશની સ્થિતિ ઘણી સારી છે.કારણકે પાકિસ્તાન પાસે તો માત્ર 4.1 અબજ ડોલરનુ વિદેશી હુંડિયામણ જ બચ્યુ છે.

 

(5:58 pm IST)