Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ઇન્ડોનેશિયામાં ધગધગતા જ્વાળામુખીની હજારો હિંદુઓ નિયમિત પૂજા કરતા હોવાના સમાચાર

નવી દિલ્હી: ભારત દુનિયામાં સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ ઇન્ડોનેશિયામાં હિન્દુ-ધાર્મિક પ્રતીકોના ઉપયોગ સૌથી વધુ થાય છે. અહીંની નોટ ઉપર ભગવાન ગણેશની છાપ હોય છે. ઇન્ડોનેશિયામાં જ એક પર્વત છે જેનું નામ ભગવાન બ્રહ્મા ઉપરથી રખાયું છે. જાપાની ભાષામાં તેને બ્રોમો કહેવાય છે. અહીં એક સક્રિય જ્વાળામુખી છે. દર વર્ષે નિયમિત રીતે હજ્જારો હિન્દુઓ ભગવાન ગણેશ અને ભગવાન બ્રહ્માની પૂજા કરવા દર વર્ષે નિયમિત રીતે અહીં ચાલે છે. અહીંના હિન્દુઓની માન્યતા છે કે ભગવાન બ્રહ્મા આ જ્વાળામુખીમાં રહે છે.
ઇન્ડોનેશિયામાં કુલ ૧૩૦ સક્રિય જ્વાળામુખી છે. તે પૈકી આ બ્રોમા પર્વત ૭ હજાર ફીટ ઊંચો છે. તેમ છતાં લોકોની શ્રદ્ધા ત્યાં પહોંચતાં રોકી શકાતી નથી. તે જ્વાળામુખીમાં મુળ પાસે જ ભગવાન ગણેશની મૂર્તિ છે. જે જ્વાળામુખીથી જનતાનું રક્ષણ કરે છે. તેવી માન્યતા છે.
કોરોના કાળમાં ત્યાં જવા ઉપર પ્રતિબંધ હતો, માત્ર કેટલાક પૂજારીઓ જ જઈ શક્તા હતા. પરંતુ તેમની સાથે ઘણા શ્રદ્ધાળુઓ પણ પહોંચતા હતા.
થોડે દૂર ભગવાન બ્રહ્માનું નાનું એવું મંદિર છે. આ પર્વત પર્યટન માટે પણ વિખ્યાત છે. આસપાસમાં ૫૦ ગામ છે જ્યાં હિન્દુઓની બહુ મોટી વસ્તી છે. સૌથી નજીકનાં ગામનું નામ કેમોરો લવાંગ છે. અહીંના રહેવાસી ઓ પોતાને પ્રાચીન શાસકના વંશજો માને છે. દર વર્ષે જ્વાળામુખી પાસે યોજાતા તહેવારથી આદન્યા કારડા કહેવાય છે. આ પરંપરા ૫૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે.
૨૦૧૬માં આ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયા હતા. તેથી સરકારે ત્યાં જવા લોકોને અનુમતી આપી ન હતી. માત્ર ૧૫ પૂજારીઓને જ ત્યાં જવા દેવાતા હતા. પરંતુ તેમની પાછળ પાછળ લોકો બહુ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી જતા હતા અને પૂજન અર્ચન કરતા હતા.

 

(5:59 pm IST)